તમારી રોજની આ ટેવથી તમને થઈ શકે છે પાઈલ્સ(હરસ)ની બીમારી

Webdunia
શુક્રવાર, 22 નવેમ્બર 2019 (11:34 IST)
મોબાઈલ ફોનની દખલ જીવનમાં એટલી વધી ગઈ છે કે આપણે દરેક સ્થાન પર ફોન લઈને પહોંચી જઈએ છીએ. રાત્રે સૂતી વખતે પણ આપણે ફોનનો ઉપયોગ કરતા રહીએ છીએ. આવામાં મોબાઈલને કારણે આપણે અનેક બીમારીઓના શિકાર થઈ રહ્યા છીએ.  આપણામાંથી અનેક લોકો મોબાઈલ ફોનને ટૉયલેટમાં પણ લઈને જાય છે. ત્યા ટૉયલેટ પર બેસીને મોબાઈલનો ઉપયોગ કરવાથી પાઈલ્સ જેવી બીમારીનો ખતરો સૌથી વધુ રહે છે. 
 
તમારા ઘરના ટોયલેટને ભલે તમે તમારા હિસાબથી એકદમ સ્વચ્છ રાખતા હોય પણ ઘરની બહાર ઓફિસમાં, મોલમાં, ટ્રેનમાં કે પછી ક્યાક અન્ય પબ્લિક ટોયલેટ યુઝ કરતી વખતે મોટાભાગના લોકોના મનમાં જર્મ્સ, ગંદકી અને કીટાણુઓનો ભય રહે છે. પબ્લિક ટોયલેટ દેખાવમાં ભલે સ્વચ્છ હોય પણ તેનો ઉપયોગ દરેક પ્રકારના લોકો કરે છે. તેથી ગંદા પબ્લિક ટૉયલેટ યુઝ કરતા ઈંફેક્શન અને બીમારીઓનો ખતરો રહે જ છે. હેપેટાઈટિસ એ સંક્રમણ ગંદા શૌચાલયોથી થનારુ મુખ્ય સંક્રમણ છે. 
 
તાવ, ઉલ્ટી અને પેટમાં દુખવુ વગેરે તેના લક્ષણ છે. આ સંક્રમિત લોકોના મળથી ફેલાય છે. એક જ બાલ્ટી કે મગનો ઉપયોગ કરવાથી પણ આ ફેલાય છે. બીજી બાજુ મોબાઈલ ફોનનો ઉપયોગ ટૉયલેટમાં કરવાથી તમારો સમય ખરાબ થવા ઉપરાંત તમારા મોબાઈલમાં પણ અનેક પ્રકારના વાયરસ આવી જાય છે. જેનાથી ઈંફેક્શ્સન ફેલવાનો ખતરો રહે છે. 
 

સંબંધિત સમાચાર

Next Article