Weight Loss - વજન ઓછુ કરવા માટે રોજ ખાવ આ એક વસ્તુ

મંગળવાર, 19 નવેમ્બર 2019 (08:10 IST)
વજન ઓછુ કરવા માટે તમે કેટલી પણ મહેનત કેમ ન કરો પણ તમને તમારા પોતાના ડાયેટ પર ધ્યાન આપવુ જરૂરી રહેશે.  ઉલ્લેખનીય છે કે વજન ઓછુ કરવા માટે કોઈ એવી જાદુઈ વસ્તુ નથી જે ક્ષણભરમાં 
 
તમારુ વજન ઓછુ કરીનાખે. આ માટે તમને ફળ નએ શાકને પોતાના ડાયેટમાં સામેલ કરવાને પ્રાથમિકતા આપવી પડશે. ઉલ્લેખનીય છે કે આવુ જ એક ફળ છે પપૈયુ. પપૈયાને પોતાની ડાયેટમાં સામેલ કરીને 
 
તમે ઘણુ વજન ઓછુ કરી શકો છો. 
 
ઉલ્લેખનીય છે કે પપૈયામાં એંટીઓક્સીડેટ્સ, મિનરલ અને એંજાઈમ હોય છે. તેમા રહેલ એક એંજાઈમ તમારા શરીરના બેડ કોલેસ્ટ્રોલને ઓછુ કરે છે. આ ફક્ત તમારા વજનને એ રીતે ઓછુ કરે છે કે તમારી 
 
અંદર પોષણ તત્વોની કમી થતી નથી.  આ તમારા વધારાના વસાને ઓછુ તો કરે છે સાથે જ તમારા શરીરમાં જરૂરી પોષક તત્વોની ભરપાઈ પણ કરે છે. 
 
પપૈયાને સવારના નાસ્તામાં ખાવુ સારુ રહે છે. તેનાથી પાચન ક્રિયા સારી થાય છે અને લિવર સ્વસ્થ રહે છે. તમે તેને દરેક મોસમમાં ખાઈ શકો છો. આ જરૂરી નથી કે તમે આખુ પપૈયુ એકવારમાં જ ખાવ. 
 
નાસ્તામાં પપૈયાના ચાર પીસ જ ઘણા છે. 
 
વજન ઓછુ કરવા માટે પપૈયાને સીમિત માત્રામાં થોડા થોડા ઈંટરવેલ્સમાં ખાઈ શકો હ્હો. જો કે પપૈયાના ફાયદાને લઈને  કોઈ શક નથી છતા તેને સીમિત માત્રામા જ લો. આ ઉપરાંત તેનાથી ડાયેરિયા અને પેટની સ્મસ્યાઓ પણ થઈ શકે છે. તેથી પપૈયાને ડાયેટના બે થી ત્રણ દિવસ માટે લો. 
 
પપૈયુ વિટામિનથી ભરપૂર હોય છે. પાકા પપૈયામાં રહેલ એંટી ઓક્સીડેટ અને ફાઈબર શરીરમાં કોલેસ્ટ્રોલ અને લોહીના થક્કાને બનવાથી રોકે છે. 
 
રોજ ખાવામાં પપૈયાનો ઉપયોગ તમને મોટો ફાયદો પહોંચાડશે. તેમા ખૂબ જ ઓછી કૈલરી હોય છે.  જે જાડાપણુ ઘટાડવામાં મદદ કરે છે. તેમા ફાઈબરની માત્રા વધુ હોવાથી આંતરડાના આરોગ્ય માટે તે ઠીક રહે છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર