શુ આપ જાણો છો ગ્રીન ટી પીવાની યોગ્ય રીત અને સમય ?

શનિવાર, 16 નવેમ્બર 2019 (10:00 IST)
જો તમે ફિટનેસ વિશે વિચારો છો અને ફિટ રહેવાની કોશિશ કરો છો તો ન તમે ગ્રીન ટી ચોક્કસ જ પીતા હશે. છેલ્લા કેટલાક વર્ષમાં ગ્રીન ટીની લોકપ્રિયતા ઘણી વધી છે. 
 
વજન ઓછુ કરનારાઓ માટે આ પસંદગીનુ પીણું છે. આ ઉપરાંત સ્કિનની ક્વાલિટી સુધારવા, મેટાબોલિજ્મ બુસ્ટ કરવા અને લાંબા સમય સુધી એક્ટિવ બન્યા રહેવા માટે પણ ગ્રીન ટે પીવી લાભકારી છે. ગ્રીન ટી લાભકારી તો છે પણ તેનો મલતબ એ બિલકુલ નથી કે તમે એક પછી એક અનેક કપ ગ્રીન ટી પી જાવ. 
 
સામાન્ય રીતે લોકો આવી ભૂલ કરે છે. આ સાથે જ ગ્રીન ટી પીવાનો પણ એક યોગ્ય સમય નક્કી હોવો જોઈએ. નહી તો આ નુકશાનદાયક પણ બની શકે છે. ગ્રીન ટીમાં કૈફીન અને ટેનિન્સ જોવા મળે છે. જે ગૈસ્ટ્રિક જ્યુસને ડાઈલ્યુટ કરીને પેટૅને નુકશાન પહૉંચાડી શકે છે. તેના ખૂબ વધુ ઉપયોગથી ચક્કર આવવા, ઉલ્ટી આવવી અને ગેસ થવી જેવી પ્રોબ્લેમ થઈ શકે છે. 
 
ગ્રીન ટી ના ફાયદા મેળવવા માટે જરૂરી છે કે તમે ગ્રીન ટી ને યોગ્ય સમય પર અને યોગ્ય માત્રામાં લો. 
 
જો તમને ગ્રીન ટીના ઉપયોગનો યોગ્ય સમય અને યોગ્ય રીત નથી ખબર તો આ ટિપ્સ તમારી મદદ કરશે. 
 
1. ખાલી પેટ ક્યારેય ગ્રીન ટી ન પીવો 
2. જમ્યા પછી એક કે બે કલાક પહેલા જ ગ્રીન ટી પી લો 
3. કેટલાક લોકો ગ્રીન ટીમાં દુધ ને ખાંડ મિક્સ કરીને પીવે છે. ગ્રીન ટીમાં ખાંડ અને દૂધ મિક્સ કરવાથી બચો 
4. ગ્રીન ટીને મધ સાથે મિક્સ કરીને પીવી લાભકારી રહેશે. 
5. જમ્યા પછી તરત જ ગ્રીન ટી પીવી ખતરનાક સાબિત થઈ શકે છે. 
6. એક દિવસમાં બે કે ત્રણ કપથી વધુ ગ્રીન ટી પીવી ખતરનક બની શકે છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર