જો તમે વજન ઓછુ કરી રહ્યા છો કે કરવા ઈચ્છો છો તો સૌથી પહેલા કેરીનો વધારે સેવન કરવાથી બચવું. તેની વધારે માત્રા તમારા શરીરના વજનને વધારી શકે છે જણાવીએ કે કેરીની અંદર કેલોરીની વધારે માત્રા હોય છે. તેથી જ્યારે તમે વધારે કેલોરી ઈનટેક કરો છો તો તમારી વેટ લૉસ જર્નીમાં ફાયદો નહી પણ નુકશાન થઈ શકે છે અને તમારું વજન વધી શકે છે.
ક્યારે પણ કેરીનુ સેવન ભોજન પછી ન કરવુ
કારણ કે તેનાથી તમારા શરીરમાં વધારે કેલોરી જઈ શકે છે હમેશા કેરીનો સેવન બપોરના સમયે કરવુ તમે ઈચ્છો તો સ્નેક્સના રૂપમાં પણ કેરીનો સેવન કરી શકો છો.
વર્કઆઉટ પછી કેરીનુ સેવન કરી શકાય છે. આ એનર્જી બૂસ્ટરના રૂપમાં કામ કરી શકે છે. તેથી તેના સેવનથી લાંબા સમય સુધી વ્યક્તિને થાક ન લાગે છે.