Bird Flu: જાણો શુ હોય છે બર્ડ ફ્લૂ અને માણસોમાં કેવી રીતે ફેલાય છે ?

બુધવાર, 27 એપ્રિલ 2022 (12:24 IST)
કોરોના મહામારી વચ્ચે હવે ભારતના અનેક રાજ્યોમાં બર્ડ ફ્લુ  (Bird Flu) ના કેસ વધતા જઈ રહ્યા છે. રાજસ્થાન, મઘ્યપ્રદેશ, ઝારખંડ, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં આ વાયરસને લઈને અલર્ટ (Bird flu outbreak) રજુ કરવામાં આવ્યુ છે. પોલ્ટ્રી ફાર્મ, જળાશય અને પ્રવાસી પક્ષીઓ પર વિશેષ નજર રાખવાનુ કહેવામાં આવ્યુ છે. સાથે જ સંક્રમણ ફેલાવનારા સ્થાન પર માંસ વેચવા પર પણ પ્રતિબંધ લગાવાય રહ્યો છે. 
 
ડિસેમ્બર 2020 માં જાપાન, દક્ષિણ કોરિયા, વિયેટનામ અને ચાર યુરોપિયન દેશોમાં બર્ડ ફ્લૂના કેસ આવવા શરૂ થયા હતા અને હવે તે ભારતના અનેક ભાગોમાં ફેલાયા છે. આવો જાણીએ બર્ડ ફ્લૂ એટલે શું અને તે કેવી રીતે ફેલાય છે?
શુ હોય છે બર્ડ ફ્લૂ 
 
બર્ડ ફ્લૂ એક વાયરલ ઈંફેક્શન છે જેને એવિયન ઈન્ફ્લૂએંજા (Avian Influenza) પણ કહે છે.  આ એક પક્ષીથી બીજા પક્ષીમાં ફેલાય છે. બર્ડ ફ્લૂનો સૌથી જીવલેણ સ્ટ્રેન  H5N1 હોય છે.  H5N1 વાયરસથી સંક્રમિત પક્ષીઓનુ મોત પણ થઈ શકે છે.  આ વાયરસ સંક્રમિત પક્ષીઓથી અન્ય જાનવર અને માણસોમાં પણ ફેલાય શકે છે અને માણસ માટે પણ આ વાયરસ એટલો જ ખતરનાક છે. 
માણસોમાં બર્ડ ફ્લૂનો પહેલો કેસ 1997 માં હોંગકોંગમાં આવ્યો હતો. તે સમયે, તેના પ્રકોપનુ  કારણ પોલ્ટ્રી ફાર્મમાં મરઘીઓમાં સંક્રમણ બતાવાયુ હતુ. 1997 માં બર્ડ ફ્લૂથી સંક્રમિત થયેલા લોકોમાંથી લગભગ 60 ટકા લોકો મૃત્યુ પામ્યા હતા. આ રોગ ચેપગ્રસ્ત પક્ષીના મળ, નાકના સ્ત્રાવ, મોંની લાળ અથવા આંખોમાંથી પાણી નીકળવાના સંપર્કમાં આવવાથી થાય છે.
 
H5N1 બર્ડ ફ્લૂ માણસોમાં થનારા સામાન્ય ફ્લૂની જેમ  એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં સહેલાઈથી ફેલાતો નથી. એક માણસથી બીજામાં ત્યારે જ ફેલાય છે જ્યારે બંને વચ્ચે ખૂબ નજીકનો સંપર્ક હોય. જેવુ કે સંક્રમિત બાળકની દેખરેખ કરનારી માતા કે ઘરના કોઈ અન્ય સંક્રમિત સભ્યની દેખરેખ કરનારા લોકો. 
ક્યા પક્ષીઓમાં હોય છે બર્ડ ફ્લુ 
 
બર્ડ ફ્લૂ પ્રવાસી જળચર પક્ષીઓ દ્વારા ફેલાય છે, ખાસ કરીને જંગલી બતક દ્વારા કુદરતી રીતે ફેલાય છે. આ જંગલી પક્ષીઓ દ્વારા વાયરસ ઘરેલુ મરઘીઓમાં ફેલાય છે. આ રોગ જંગલી પક્ષીઓ દ્વારા આ બીમારી ભૂંડ અને ગધેડામાં પણ ફેલાય છે. વર્ષ 2011 સુધી આ રોગ બાંગ્લાદેશ, ચીન, ઇજિપ્ત, ભારત, ઇન્ડોનેશિયા અને વિયેટનામમાં ફેલાયો ચુક્યો હતો
 
માણસોમાં કેવી રીતે ફેલાય છે બર્ડ ફ્લૂ 
 
બર્ડ ફ્લૂ માણસોમાં ત્યારે ફેલાય છે જયારે તે કોઈ સંક્રમિત પક્ષીના સંપર્કમાં આવ્યો હોય. આ નિકટના સંપર્કના કેસ જુદા જુદા હોઈ શકે છે. કેટલાક લોકોમાં આ સંક્રમણ પક્ષીઓની સાફ સફાઈથી ફેલાય શકે છે. કેટલાક રિપોર્ટ્સ મુજબ ચીનમાં આ પક્ષીઓના બજારથી ફેલાયો હતો. 
 
સંક્ર મિત પક્ષીઓના દૂષિત પાણીમા તરવાથી-નહાવાથી કે પછી મરઘી અને પક્ષીઓની લડાઈ છોડાવનારા લોકોમાં પણ બર્ડ ફ્લુનુ સંક્રમણ થઈ શકે છે. આ ઉપરાંત સંક્રમિત સ્થાન પર જનારા, કાચા કે ઓછા બાફેલા ઈડા કે મરઘી ખાનારાઓમાં પણ બર્ડ ફ્લુનો ખતરો હોય છે. H5N1માં લાંબા સમય સુધી જીવિત રહેવાની ક્ષમતા હોય છે. સંક્રમિત પક્ષીઓના મળ અને લારમાં આ વાયરસ 10 દિવસ સુધી જીવતો રહે છે. 
 
બર્ડ ફ્લૂના લક્ષણ- બર્ડ ફ્લૂના કારણે તમને કફ ઝાડા, તાવ, શ્વસન સંબંધી સમસ્યાઓ, માથાનો દુખાવો, માંસપેશીઓમાં દુ:ખાવો, ગળામાં દુ:ખાવો, નાક વહેવુ અને બેચેની જેવી સમસ્યાઓ થઈ શકે છે. જો તમને લાગે કે તમે બર્ડ ફ્લૂની ચપેટમાં છો, તો પછી કોઈ બીજાના સંપર્કમાં આવતાં પહેલાં ડોક્ટરને બતાવો.
 
સારવાર શું છે-  જુદા જુદા પ્રકારના બર્ડ ફ્લૂનો  જુદી જુદી રીતે ઉપચાર કરવામાં આવે છે  પરંતુ મોટાભાગના કેસોમાં તેની સારવાર એન્ટિવાયરલ દવાઓથી કરવામાં આવે છે. લક્ષણો દર્શાવ્યાના 48 કલાકની અંદર દવાઓ લેવી જરૂરી છે. બર્ડ ફ્લૂથી સંક્રમિત વ્યક્તિ ઉપરાંત તેના સંપર્કમાં આવેલા ઘરના અન્ય 
સભ્યોને પણ આ રોગ લેવાની સૂચના આપવામાં આવે છે ભલે તેમની અંદર રોગના લક્ષણો ન હોય તો પણ.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર