Bird Flu: મહારાષ્ટ્રના થાણેમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ, વહીવટીતંત્ર એલર્ટ મોડમાં, ચેપ અટકાવવા હજારો મરઘીઓને મારવાના આદેશ

શુક્રવાર, 18 ફેબ્રુઆરી 2022 (15:01 IST)
Bird Flu - મહારાષ્ટ્ર (Maharastra) સરકારે રાજ્યમાં બર્ડ ફ્લૂ ફાટી નીકળ્યાની પુષ્ટિ કરી છે. રાજ્યના પશુપાલન કમિશનર સચિન્દ્ર પ્રતાપ સિંહે જણાવ્યું હતું કે થાણેના ફાર્મમાં કેટલાંક મરઘાં પક્ષીઓ એવિયન ઈન્ફલ્યુએન્ઝા (H5N1) અથવા બર્ડ ફ્લૂથી મૃત્યુ પામ્યા હોવાની પુષ્ટિ થતાં રાજ્ય વહીવટીતંત્ર હાઈ એલર્ટ પર છે.
 
પશુપાલન કમિશનરે જણાવ્યું કે, થાણેના શાહપુર તાલુકાના ખેતરમાં લગભગ 200 મરઘાં પક્ષીઓ હતા. આમાંના કેટલાક પક્ષીઓ 2 ફેબ્રુઆરી, 5 ફેબ્રુઆરી અને 10 ફેબ્રુઆરીના રોજ મૃત્યુ પામ્યા હતા. આ પછી, 10 ફેબ્રુઆરીએ મરઘીઓના મૃત્યુની જાણ થયા પછી, 11 અને 13 ફેબ્રુઆરીએ નમૂના લેવામાં આવ્યા હતા અને તેમને પુણેમાં પશુપાલન વિભાગના રોગ તપાસ વિભાગમાં મોકલવામાં આવ્યા હતા. સેમ્પલ ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, ભોપાલની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હાઇ સિક્યુરિટી એનિમલ ડિસીઝને મોકલવામાં આવ્યા છે. સિંઘે કહ્યું કે ગત રાત્રે લેબમાંથી મળેલા રિપોર્ટમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર