દિવાળીના તહેવારનો બધા આતુરતાથી રાહ જુએ છે જેની તૈયારીઓ પણ ખૂબ જોર-શોરથી શરૂ થઈ જાય છે. પણ દિવાળીમાં અસ્થમાના દર્દીઓને તેમના આરોગ્યની ખાસ કાળહી રાખવાની જરૂર હોય છે. સાફ-સફાઈ અને ફટાકટાના કારણે આરિગ્યથી સંકળાયેલી સમસ્યાઓનો સામનો કરવુ પડી શકે છે. તેથી જરૂરી છે કે પહેલાથી જ સાવધાનીઓ રખાય આવો જાણીએ જરૂરી ટિપ્સ
1. ઘરની સાફ-સફાઈથી દૂર રહેવુ, શક્ય હોય તો કોએ સફાઈ માટે વર્કરની મદદ લેવી. સાફ-સફાઈમાં તમે ધૂળ-માટીના સંપર્કમાં આવી શકો છો જે તમારા માટે નુકશાનકારી છે.
2. ફટાકડા, ફુલઝડી અને અનાર ફાયર કરવાનો ભલે તમારુ શોખ છે પણ આરોગ્યને ધ્યાનમાં રાખતા તેનાથી દૂરી બનાવવી ખૂબ જરૂરી છે. તેનાથી નિકળરો ધુમાડો તમને પ્રભાવિત કરી શકે છે.
3. વધારેપણુ ઘરની અદર જ સમય પસાર કરવુ સારુ રહેશે કારણ બહાર ફટાકડાના ધુમાડો આખા વાતાવરણમાં થશે. ઘરની બહાર વધારે સમય રહેવાથી તમે બચ્યા ન રહેશો અને આરોગ્ય જોખમમાં થઈ શકે.
4. તમારુ ઈન્હેલર અને દવાઓ હમેશા તમારી સાથે જ રાખવી. તમને કોઈ પણ સમયે તેની જરૂર પડી શકે છે. તેથી જરૂરના સમયે આ તમારી પાસે જ હોવો જોઈએ.
5. તમારા ડાક્ટરાથી પહેલાથી જ સલાહ લેવી અને ખાવા-પીવાની ખાસ કાળજી રાખવી. વધુ પડતો તૈલ-મસાલેદાર ખોરાક ખાવાનું ટાળો અને શરીરને હાઇડ્રેટ કરવા માટે વધુ ને વધુ પાણી પીવો.
(Edited By- Monica Sahu)