વડા પ્રધાને તેમના ઍક્સ ઍકાઉન્ટ પર લખ્યું છે કે, "ગુજરાતના વડોદરા જિલ્લામાં પુલ તૂટી પડવાથી થયેલા જાનહાનિ અત્યંત દુઃખદ છે. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના. હું ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય એવી કામના કરું છું."
તેમણે લખ્યું, "પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી દરેક મૃતકના પરિવારને 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે."
વડોદરાના પોલીસ અધિક્ષક રોહન આનંદે મીડિયાને જણાવ્યું હતું કે , "પ્રારંભિક માહિતી અનુસાર, અત્યાર સુધીમાં નવ લોકોના મોત થયા છે અને નવ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. બચાવેલા લોકોની સ્થિતિ સામાન્ય છે."
તેમણે કહ્યું, "બે ટ્રક હજુ પણ પાણીમાં છે અને તેમને બહાર કાઢ્યા પછી જ ખબર પડશે કે તેમાં કોઈ લોકો ફસાયેલા છે, જીવિત છે કે મૃત."