વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું હતું કે 'ઓપરેશન સિંદૂર' ફક્ત લશ્કરી મિશન નથી પરંતુ "બદલાતા ભારતનું ચિત્ર" છે જે વૈશ્વિક મંચ પર દેશના સંકલ્પ, હિંમત અને વધતી જતી શક્તિને પ્રતિબિંબિત કરે છે. પ્રધાનમંત્રીએ તેમના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' દ્વારા રાષ્ટ્રને સંબોધિત કરતા કહ્યું કે, "આજે આખો દેશ આતંકવાદ સામે એક, ગુસ્સે અને કટિબદ્ધ છે." મોદીએ 'ઓપરેશન સિંદૂર'ને આતંકવાદ સામેની વૈશ્વિક લડાઈમાં એક વળાંક ગણાવ્યો અને કહ્યું કે તે ભારતની વધતી જતી શક્તિ અને હેતુની સ્પષ્ટતાનું પ્રતીક છે.
તેમણે કહ્યું, "ઓપરેશન સિંદૂરથી આતંકવાદ સામેની વૈશ્વિક લડાઈમાં નવો આત્મવિશ્વાસ અને ઉર્જાનો સંચાર થયો છે." તેમણે ભારતીય સેના દ્વારા સરહદ પારના આતંકવાદી માળખા પર કરવામાં આવેલા સચોટ હુમલાઓને "અસાધારણ" ગણાવીને પ્રશંસા કરી. મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ 'ઓપરેશન' એક વખતની લશ્કરી કાર્યવાહી નહોતી પરંતુ બદલાતા અને દૃઢ ભારતનું પ્રતિબિંબ હતું. 'ઓપરેશન' ની રાષ્ટ્રવ્યાપી અસર પર બોલતા તેમણે કહ્યું, "ઓપરેશન સિંદૂર આપણા સંકલ્પ, હિંમત અને બદલાતા ભારતનું ચિત્ર છે.