Gambhira Bridge Collapse Photos : ગંભીર બ્રીજના બે ટુકડા, મહિ નદીમાં પડ્યા અનેક વાહનો, 9 ના મોત 8 ને બચાવ્યા, વધી શકે છે મૃત્યુઆંક

બુધવાર, 9 જુલાઈ 2025 (12:38 IST)
Gambhira Bridge Collapse
આણંદ જિલ્લામાં એક મોટી દુર્ઘટના બની. આણંદ-વડોદરાને જોડતો મહિસાગર નદી પરનો પુલ તૂટી પડ્યો, જેના કારણે ઘણા વાહનો પુલ પરથી નદીમાં પડી ગયા. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા. આ પુલ તૂટી પડતાં વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ પુલ ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતો.
Gambhira Bridge Collapse
મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે અચાનક ધરાશાયી થતાં હાહાકાર મચી ગયો હતો. આ ભયાવહ દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શીઓએ વર્ણવેલી ક્ષણો હૃદયદ્રાવક છે. પુલ તૂટવાની ઘટના સમયે જાણે ધરતીકંપ આવ્યો હોય તેવો ભાસ થયો હતો, જેમાં અનેક વાહનો નદીમાં ખાબક્યા હતા. જોકે, કેટલાક લોકોનો આબાદ બચાવ થયો હતો
Gambhira Bridge Collapse
 
 
માહિતી અનુસાર, એક ટુ વ્હીલર સવાર નદીમાં પડી ગયો, જેને સ્થાનિક લોકોએ બચાવી લીધો. પુલ તૂટ્યા બાદ, નજીકના વિસ્તારના લોકો ઘટનાસ્થળે પહોંચ્યા અને બચાવ કામગીરીમાં SDRF ને મદદ કરી રહ્યા છે. સ્થાનિક લોકો SDRF ની મદદથી ઘાયલો અને મૃતકોને નદીમાંથી બહાર કાઢી રહ્યા છે.
Gambhira Bridge Collapse

Gambhira Bridge Collapse

Gambhira Bridge Collapse
Gambhira Bridge Collapse

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર