ચાલુ કોર્ટમાં બીયર ગટકતો જોવા મળ્યો વકીલ, જોતા જ ભડકી ગયા જજ સાહેબ, તરત જ લીધી એક્શન

બુધવાર, 2 જુલાઈ 2025 (11:08 IST)
court speech
 
ગુજરાત હાઈ કોર્ટમાં એક હેરાન કરનારો મામલો આવ્યો છે. અહી કોર્ટની સુનાવણી ચાલી રહી હતી. આખો કોર્ટ રૂમ વકીલો અને લોકોથી ભરેલો હતો. આ દરમિયાન વકીલ ભાસ્કર તન્ના વર્ચ્યુઅલ સુનાવણી માટે ઓનલાઈન જોડાયેલા હતા. જજ તેમના કેસની સુનાવણી કરી રહ્યા હતા અને તન્ના સામે સ્ક્રીન પર ઉભેલા જોવા મળ્યા. પછી તન્ના એક ગ્લાસ ઉપાડીને પીવા લાગ્યા. આ ગ્લાસ બિયરથી ભરેલો હોય તેવું લાગતું હતું, જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. જ્યારે જજે આ જોયું, ત્યારે તેઓ ગુસ્સે થઈ ગયા અને આ ઘટનાને ગંભીરતાથી લેતા, તેમની સામે અવમાનનાની કાર્યવાહી શરૂ કરી. .
 
જસ્ટિસ એએસ સુપેહિયા અને આરટી વચાનીની બેચે તેને અત્યંત આપત્તિજનક વ્યવ્હાર ગણાવતા તન્નાને હાલમાં, તેમને વર્ચ્યુઅલ મોડમાં તેમની સમક્ષ હાજર થવાથી પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. કોર્ટે એમ પણ કહ્યું કે આ આદેશ મુખ્ય ન્યાયાધીશને મોકલવામાં આવશે અને જો પરવાનગી આપવામાં આવશે, તો તેને અન્ય બેન્ચ સાથે પણ શેર કરવામાં આવશે. 

વાર એંડ બેચની રિપોર્ટ મુજબ કોર્ટે પોતાના આદેશમાં લખ્યુ, આગામી આદેશ સુધી ભાસ્કર તન્નાને આ બેચની સામે વર્ચુઅલ મોડમાં હાજર થવાથી રોકી શકાય છે. રજીસ્ટ્રીને આદેશ આપવામાં આવે છે કે તે આ આદેશથી માનનીય મુખ્ય ન્યાયાધીશને અવગત કરાવે. જો મુખ્ય ન્યાયાધીશ અનુમતિ આપશે તો આ આદેશ અન્ય પીઠોના પ્રધાન પર્સનલ સચિવ અને ખાનગી સચ્કિવને પણ મોકલવામાં આવશે.  

એટલું જ નહીં, કોર્ટે તન્નાના સિનિયર એડવોકેટના દરજ્જા પર પણ સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે તેના પર પુનર્વિચારણા કરવામાં આવશે. કોર્ટે કહ્યું કે એક સિનિયર વકીલ સમાજ અને જુનિયર વકીલો માટે આદર્શ બનવાની અપેક્ષા રાખે છે, પરંતુ આવું કૃત્ય સમગ્ર સંસ્થાના ગૌરવને ઠેસ પહોંચાડે છે.
આ ઘટના 26 જૂનના રોજ બની હતી. 
 
કોર્ટે રજિસ્ટ્રીને વીડિયો સાચવવા, વિગતવાર રિપોર્ટ તૈયાર કરવા અને આગામી સુનાવણીમાં રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. ઉપરાંત, તન્નાને નોટિસ જારી કરવામાં આવી છે અને કેસની આગામી સુનાવણી બે અઠવાડિયા પછી યોજવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર