Diabetes: ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવો હોય તો આ બે મસાલા નાખીને પીવો દૂધ

Webdunia
મંગળવાર, 19 જુલાઈ 2022 (00:41 IST)
Diabetes:આજકાલ ડાયાબિટીસની સમસ્યા સતત વધી રહી છે.  ખોટી લાઈફસ્ટાઈલ અને ખરાબ જીવનશૈલીના કારણે લોકો આ બીમારીનો ભોગ બની રહ્યા છે. આ એક મેટાબોલિક ડિસઓર્ડર છે, જેમાં દર્દીના શરીરમાં ઈન્સ્યુલિન યોગ્ય રીતે ઉત્પન્ન થતું નથી અને તે દર્દીના મેટાબોલિઝમને અસર કરે છે. તેથી, તમારે આહારમાં એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે તેમજ જેમનો ગ્લાઈસેમિક ઇન્ડેક્સ પણ ઓછો હોય છે. શુગર નિયંત્રિત કરવા માટે કેટલાક મસાલા ખૂબ અસરકારક છે, જો તેને દૂધ સાથે મિક્સ કરીને પીવામાં આવે છે, તો તે શરીર પર ખૂબ અસર કરે છે. પરંતુ તેની સાથે તેને કંટ્રોલ કરવા માટે કસરત કરવી અને તણાવથી દૂર રહેવું જરૂરી છે. ચાલો તમને જણાવીએ કે કયા બે મસાલા છે જેના દ્વારા તમે ડાયાબિટીસને કંટ્રોલ કરી શકો છો.
દૂધમાં મિક્સ કરો તજ  - તજ એક ખૂબ જ આરોગ્યપ્રદ મસાલો છે, જે દરેક ભારતીય રસોડામાં જોવા મળશે. તેનો ઉપયોગ ઘણી વાનગીઓમાં સ્વાદ વધારવા માટે થાય છે. એટલું જ નહીં, તજમાં પોટેશિયમ, વિટામિન્સ, કેલ્શિયમ, આયર્ન, એન્ટિઓક્સિડન્ટ્સ, બીટા કેરોટિન, લાઇકોપીન, એન્ટિ-ઈંફ્લેમેટરિ, એન્ટિ-બેક્ટેરિયલ, જેવા ઘણા તત્વો હોય છે. જે સ્વાસ્થ્યને અનેક રીતે ફાયદો કરે છે. જો તમે દૂધમાં તજનો પાઉડર ભેળવીને પીશો તો ડાયાબિટીસને નિયંત્રણમાં રાખી શકાય છે. જો તમને ડાયાબિટીસ છે, તો તમારે તજનો કેટલો ઉપયોગ કરવો જોઈએ તે વિશે ચોક્કસપણે નિષ્ણાતની સલાહ લો.
 
દૂધમાં મિક્સ કરો હળદર : હળદરવાળું દૂધ ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક માનવામાં આવે છે. હળદરમાં કરક્યુમિન કમ્પાઉન્ડ, એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટિ-ઓક્સિડન્ટ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી તત્વો જેવા ઘણા પોષક તત્વો હોય છે. આ બધા શરીરને અનેક રોગોથી બચાવે છે, શરદી, ઉધરસ, તાવમાં હળદરવાળુ દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ, તમે હળદરવાળું દૂધ ડાયાબિટીસમાં પણ પી શકો છો. તેનાથી સ્વાસ્થ્ય પર કોઈ આડ અસર થશે નહીં. તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે, શુગરને કંટ્રોલમાં રાખે છે. રોજ રાત્રે સૂતા પહેલા હળદર વાળું દૂધ પીવો.

સંબંધિત સમાચાર

Next Article