Monsoon Health Tips- ચોમાસામાં થતા આ રોગોના સામનો કેવી રીતે કરશો ?

રવિવાર, 18 જુલાઈ 2021 (20:08 IST)
માનસૂનમં પલળવાના અને ખાવાના મજા સાથે ચોમાસુ  પોતાની સાથે કેટલાય  રોગો પણ લઈને આવે છે. આ  દિવસોમાં ઈમ્યુન સિસ્ટમ નબળુ થઈ જાય છે જેનાથી ઘણા રોગો થવાની શકયતા વધે છે. જેથી આપણે   ઝડપથી  બીમાર થઈ જઈએ છીએ.  આવો જાણીએ માનસૂનમાં થતા રોગો વિશે ...
 
આ રોગોનું  જોખમ 
ડાયરિયા- ગમે તેવુ  ખાવાપીવાથી  અને દૂષિત પાણીથી આ સમસ્યા થાય છે. એમાં લોકોને ઉલ્ટી ,જાડા શરીરનો દુખાવો અને તાવ આવે છે. 
સારવાર -ઉકાળેલુ  પાણી પીવું ,ખુલ્લા વેચાતા ફળ ન ખાવા અને ખાતા પહેલા હાથ ધોવા 
 
ટાયફાઈડ- આ પ્રભાવિત માણસના મૂત્ર કે મળથી ફેલાય છે. આથી દર્દીને તાવ અને ઉલ્ટી થાય છે. 
સારવાર - ડાક્ટર પાસે બ્લ્ડની તપાસ કરાવો. ટાયફાઈડ થતાં એંટીબાયોટિક દવાઓ અપાય છે અને હળવો ભોજન જેમ કે ખિચડી કે દલિયો લો. જો ઘરમાં કોઈને આ રોગ હોય તો બીજા સભ્યોને પણ સુરક્ષા સંબંધી ટીકા લગાવો. ટીકાથી બે વર્ષ સુધી આ રોગથી બચી શકાય છે. 
 
મલેરિયા- માદા મચ્છર એનોફ઼િલીસના ડંખ મારવાથી આ સંક્ર્મણ થાય છે. આ  રોગ થતાં તેજ તાવ ,કંપન  માથાના દુખાવા થાક ઉલ્ટી લોહીની અછત અને આંખ પીળી થઈ જાય છે. 
સારવાર - તરત જ ડાક્ટરથી સંપર્ક કરો. ગંદુ પાણી એકત્રિત ન થવા દો. 
 
ત્વચાના રોગ- ફોડા-ફોલ્લી ,દાદ કે ફંગસ  કે બેક્ટીરિયલ ઈંફેકશનના કારણે હોય છે. 
સારવાર - દિવસમાં બે વાર સ્નાન કરો . ત્વચા આઈલી છે તો દિવસમાં 3-4 વાર ચેહરો ધોઈ લો. પગની આંગળીની વચ્ચે સફાઈનું ધ્યાન રાખો. 
 
આયુર્વેદ પ્રમાણે 
આ પદ્ધિત મુજબ આપણે ઋતુ પ્રમાણે આપણી  દિનચર્યામાં પણ ફેરફાર કરવો જોઈએ. તમે જે પણ રાંધો તરત જ ખાઈ લો .આ ઋતુમાં બેક્ટીરિયા વધારે આવે છે. ભોજન વધે તો એને ઢાંકીને ફ્રીજમાં મૂકો. હળવા અને  ઢીલા કપડા પહેરો .લોહી પ્યુરીફાઈ કરવા માટે ગિલોયનો રસ 1 ચમચી ,પપૈયા લીમડાનો પ્રયોગ કરો. ઉકાળેલું પાણી પીવો. ડાઘા વાળા ફ્ળ ના ખરીદવા . કાચા શાકભાજીનું  સૂપ પીવો. 
 
હોમ્યોપેથીમાં સારવાર
આ ઋતુમાં વિશેષજ્ઞ ડલકેમેરા ,રસ્ટોક્સ , એકોનાઈટ, અને બ્રાયોલિયા વગેરેની દવાઓ 30ની પોંટેસીમાં પ્રયોગમાં લાવો. પછી દર્દીના લક્ષણ આધારે પર પોંટેસી વધી જાય છે. 
 
વરસાદમાં સર્જરી - કેટલાક લોકોને ભ્રમ રહે છેકે વરસાદમાં સર્જરી નહી કરાવી જોઈએ નહિતર ટાંકા ગળી જાય છે ,આ વાત નિરાધાર છે . 
 
શરદી અને ગળામાં ખિચખિચ 
વરસાદના મોસમમાં આપણે પલળી જઈએ છીએ.. એવામાં આપણે  ઝડપી કપડા બદલી અને ગરમ પીણુ જેમ કે ચા કૉફી કે સૂપ પીવું જેથી તમને શરદી કે ગળાની ખિચકિચની સમસ્યા ન રહે.  .  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર