ODI ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર મારનારા બેટ્સમેન, રોહિતના નિશાના પર વર્લ્ડ રેકોર્ડ

ગુરુવાર, 30 ઑક્ટોબર 2025 (11:53 IST)
Rohit Sharma: રોહિત શર્માએ તાજેતરમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન શાનદાર અડધી સદી અને પછી સદી ફટકારીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાનદાર વાપસી કરી છે. ઓસ્ટ્રેલિયા સામેની ODI શ્રેણીની પહેલી મેચમાં રોહિતનું બેટ ભલે શાંત રહ્યું હોય, પરંતુ તેણે બીજી ODI માં શાનદાર હાફ સેન્ચુરી મારી  હતી. આ પછી, તેણે શ્રેણીની ત્રીજી અને અંતિમ ODI માં શાનદાર સદી ફટકારીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 50 સદી પૂર્ણ કરવાની મહાન સિદ્ધિ હાંસલ કરી. હવે રોહિત શર્મા ભારત પરત ફર્યો છે અને ઘણા દિવસો સુધી ક્રિકેટથી દૂર રહેશે કારણ કે ટીમ ઈન્ડિયા લગભગ એક મહિના પછી જ ODI શ્રેણી રમતી જોવા મળશે. 
 
ODI ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર મારનારા ખેલાડીઓની વાત કરવામાં આવે તો રોહિત શર્મા 300 થી વધુ સિક્સર સાથે બીજા પગથિયે છે. રોહિત હવે ઈતિહાસ રચવાના ખૂબ નિકટ છે.  
પાકિસ્તાનના પૂર્વ કપ્તાન શાહિદ અફરીદિના નામે ODI ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર મારવાનો વર્લ્ડ રેકોર્ડ છે. શાહિદ અફરીદિએ 398  ODI  મેચોની 369 દાવમા 351 સિક્સર માર્યા છે. જો કે શાહિદના આ રેકોર્ડ પર હવે ખૂબ મોટુ સંકટ મંડરાય રહ્યુ છે.  
 
ભારતના સુપરસ્ટાર બેટસમેન રોહિત શર્મા ODI ક્રિકેટમાં બીજા સૌથી વધુ સિક્સર મારનારા બેટ્સમેન છે. રોહિતે 276 ODI મેચોની 268 દાવમાં 349 સિક્સર મારી છે. 
 
ભારતના સુપરસ્ટાર બેટ્સમેન રોહિત શર્મા ODI ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા મારનારા બીજા ક્રમે છે. તેણે 276 ODI મેચની 268 ઇનિંગ્સમાં 349 સિક્સર  ફટકાર્યા છે. તે 350 છગ્ગા સુધી પહોંચવાથી માત્ર એક સિક્સર દૂર છે. રોહિત પાસે શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ તોડવાની પણ સારી તક છે.
વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ બેટ્સમેન ક્રિસ ગેઇલ આ યાદીમાં ત્રીજા ક્રમે છે. ક્રિસ ગેઇલે ODI ક્રિકેટમાં 331 સિક્સર મારી છે. તેણે 301 ODI મેચની 294 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે. ગેઇલે ODIમાં 1128 ચોગ્ગા પણ ફટકાર્યા છે.
શ્રીલંકાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર સનથ જયસૂર્યા ODI ઇતિહાસમાં સૌથી વધુ સિક્સર મારનારા ચોથા ક્રમે છે. સનથ જયસૂર્યાએ ODIમાં 270 સિક્સર ફટકાર્યા છે. તેણે 445 ODI મેચની 433 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે. તે ODIમાં 200 થી વધુ સિક્સર મારનાર એકમાત્ર શ્રીલંકન બેટ્સમેન છે.
આ ખાસ યાદીમાં ભારતના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો પણ સમાવેશ થાય છે. ધોની વનડેમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારાઓમાં પાંચમા ક્રમે છે, તેણે 350 વનડેની 297 ઇનિંગ્સમાં 229 સિક્સર મારી છે.
 
વનડે ક્રિકેટ ઇતિહાસમાં સૌથી વધુ છગ્ગા મારનારા બેટ્સમેન
શાહિદ આફ્રિદી - 351 
રોહિત શર્મા - 349
ક્રિસ ગેલ - 331 
સનથ જયસૂર્યા - 270
એમએસ ધોની - 229
ઇયોન મોર્ગન - 220
એબી ડી વિલિયર્સ - 204 
બ્રેન્ડન મેક્કુલમ - 200

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર