મહેંદીનો ઉપયોગ હાથ પગમાં અને શુભ કાર્યો માટે કરવામાં આવે છે. આ ઉપરાંત મહેંદી તમારા આરોગ્ય માટે પણ ખૂબ લાભકારી છે. આજે અમે તમને બતાવશે કે મહેંદીનો ઉપયોગ કરવાથી તમને શુ શુ લાભ મળી શકે છે.
1. ચામડીનો રોગ - ચામડીના રોગને જડથી ખતમ કરવા માટે મહેંદીની છાલ ખૂબ કામ આવી શકે છે. આ માટે તમારે આ છાલનો કાઢો બનાવીને તેનુ સેવન કરવુ પડશે. તેનુ સેવન લગભગ તમારે લગભગ સવા મહિના સુધી કરવાનુ છે. પણ આ વાતનુ ધ્યાન રાખો કે તમને વર્તમન દિવસમાં ત્વચા પર સાબુનો ઉપયોગ ન કરવો જોઈએ.
2. પથરી - અડધો લીટર પાણીમાં 50 ગ્રામ મહેંદીના પાનને વાટીને મિક્સ કરી લો અને પછી તેન ઉકાળી લો. ઉકાળ્યા પછી જ્યારે 100 ગ્રામ પાણી બચી જાય ત્યારે તેને ગાળી લો અને તેનુ સેવન કરો. આ ઉપાય પથરીના દુખાવાથી રાહત અપાવે છે.
3. દાઝ્યા પર - આગથી જો કોઈ અંગ દઝાય જાય તો મહેંદીના પાનનો ઘટ્ટ લેપ તૈયાર કરો અને તેને દાઝેલા સ્થાન પર લગાવો. તેનાથી બળતરા તરત શાંત થઈ જાય છે અને ઘા પણ ઝડપથી ભરાય જાય છે.
4. મોઢાના ચાંદા - મોઢાના ચાંદાને દૂર કરવા માટે મહેંદી સૌથી કારગર ઉપાય છે. તેના પાનને ચાવવાથી મોઢાના ચાંદા ઠીક થઈ જાય છે.
5. કમળો - આ માટે રાત્રે 200 ગ્રામ પાણીમાં 100 ગ્રામ મહેંદીના પાનને વાટીને પલાળી લો. સવારના સમયે તેને ગાળીને પીવો. આ ઉપાયને લગભગ એક અઠવાડિયા સુધી નિયમિત કરો. આ ઉપાય કમળાને દૂર કરવામાં કારગર ઉપાય છે.