TRAI નો મેસેજ ટ્રેસિબિલિટી નિયમ આજથી લાગૂ, 120 કરોડ મોબાઈલ યુઝર્સ પર તેની શુ થશે અસર ?

Webdunia
બુધવાર, 11 ડિસેમ્બર 2024 (11:48 IST)
TRAIનો મેસેજ ટ્રેસિબિલિટી નિયમ છેવટે આજથી લાગૂ થઈ ગયો છે. દેશના 120 કરોડ મોબાઈલ યુઝર્સને આનો મોટો ફાયદો મળવાનો છે. ટેલીફોન નિયામકે SMS દ્વારા થનારા ફ્રોડને રોકવા માટે આ નિયમની ભલામણ કરી હતી. પહેલા આ  નિયમને 1 નવેમ્બરથી લાગૂ કરવામાં આવ્યો હતો, પણ ટેલીકોમ ઓપરેટર્સની માંગ પર TRAI એ આની ડેડલાઈન એક મહિનાથી આગળ વધારીને 30 નવેમ્બર સુધી કરી નાખી. સ્ટેકહોલ્ડર્સની તૈયારીઓ પૂરી ન થયા બાદ તેની ડેડલાઈન એકવાર ફરીથી વધારીને 10 ડિસેમ્બર સુધી કરી દીધી હતી. છેવટે આજે એટલેકે 11 ડિસેમ્બરથી આ નિયમ લાગૂ થઈ ગયો છે.  આવો જાણીએ આ નવા નિયમનો દેશના 120 કરોડથી વધુ મોબાઈલ યુઝર્સ પર શુ અસર પડશે ? 
 
શુ છે મેસેજ ટ્રેસિબિલિટી નિયમ ?
જેવુ કે નામથી જ સ્પષ્ટ છે મેસેજ ટ્રેસેબિલિટી નિયમમાં યુઝરના મોબાઈલ પર આવનારા મેસેજના સેંડર ને આ ટ્રેસ કરવુ એટલે જાણ કરવી સરળ રહેશે.   હૈકર્સ દ્વારા મોકલવામાં આવેલા ફેક કર્મર્શિયલ મેસેજ યુઝર્સ સુધી નહી પહોચે અને તેના નેટવર્ક લેવલ પર જ બ્લોક કરવામાં આવશે. આ રીતે યુઝર્સની સાથે ફ્રોડ થવાનો ખતરો ઓછો રહેશે. સાથે જ મેસેજ મોકલનારા સેંડરને ટ્રેસ કરી શકાશે. ટેલીફોન નિયામકના નવા મેંડેટના મુજબ ટેલીકોમ કંપનીઓને યૂઝરના નંબર પર આવનારા કોઈપણ મેસેજના કમ્પલીટ ચેન વિશે ખબર હોવી જોઈએ. 
 
પહેલા ટેલીફોન નિયામકે અનસોલિસિટેડ કમ્યુનિકેશન માટે નિયમ લાગૂ કરી ચુક્યા છે. જેમા કોઈપણ અનવેરીફાઈડ સોર્સથી આવનારા એ મેસેજને બ્લોક કરવામાં આવશે. જેમા કોઈ URL કે APK ફાઈલ વગેરેની લિંક થશે. સાથે જ વેરિફાઈડ નંબરથી આવનારા કમર્શિયલ કોલ્સને પણ નેટવર્ક લેવલ પર રોકી દેવામાં આવશે. આ રીતે વધી રહેલ ઓનલાઈન ફ્રોડને રોકવામાં મદદ મળશે.  ભારતીય એજંસીઓ દ્વારા ફ્રોડને રોકવા માટે દરેક શક્ય કોશિશ કરવામાં આવી રહી છે. પણ ફ્રોડના મામલા ઓછા થવાનુ નામ જ નથી લઈ રહ્યા. હૈકર્સ સતત નવી નવી રીતે લોકો સાથે ફ્રોડ કરવાનો પ્રયાસ કરવાની કોશિશ કરતા રહે છે. તાજેતરમાં આવેક એક રિપોર્ટનુ માનીએ તો ભારતમાં ઓનલાઈન ફ્રોડના મામલામાં 3000 ટકાનો વધારો થઈ ગયો છે. 
 
OTP મળવામાં થશે મોડુ ?
અગાઉના દિવસોમાં ટેલીફોને સત્તાવાર રૂપે જણાવ્યુ કે મેસેજ ટ્રેસિબિલિટી નિયમ લાગૂ થવાને કારણે યૂઝરના મોબાઈલ પર આવનારા OTP મળવામાં કોઈપણ પ્રકારનુ મોડુ નહી થાય. તેને બસ એક મિસ કમ્યુનિકેશન બતાવ્યુ છે. જોકે ટેલીફોન ઓપરેટર્સ ની આ દલીલ હતી કે ભારતના મોટાભાગના ટેલીમાર્કેટર્સ અને બિઝનેસ એંટીટીઝ જેવા કે બેંક હજુ નવા નિયમ માટે સપૂર્ણ રીતે તિયાર નથી. જેને કારણે આ નિયમ લાગૂ થવાની મોટા પાયા પર અસર જોવા મળશે.  આ કારણે  નિયામકે ચારેય ટેલીફોન કંપનીઓ  Jio, Airtel, Vi, BSNL ની માંગ પર નિયમ લાગૂ કરવામાં મોડુ કર્યુ છે.  

સંબંધિત સમાચાર

Next Article