એક બાઉલમાં દહીં, આદુ-લસણની પેસ્ટ, લાલ મરચું પાવડર, હળદર, ધાણા પાવડર, ગરમ મસાલા પાવડર, લીંબુનો રસ અને મીઠું મિક્સ કરો. પછી આ મિશ્રણમાં મટન ચોપ્સને સારી રીતે લપેટીને 1-2 કલાક માટે મેરીનેટ કરવા દો.
હવે પ્રેશર કૂકરમાં 1 ટેબલસ્પૂન તેલ ગરમ કરો. મેરીનેટ કરેલ મટન ચોપ્સ ઉમેરો અને ધીમી આંચ પર 2-3 મિનિટ માટે ફ્રાય કરો. હવે અડધો કપ પાણી ઉમેરો, કૂકરનું ઢાંકણ બંધ કરો અને 3-4 સીટી વાગે ત્યાં સુધી પકાવો.
પછી મટનને નરમ થાય ત્યાં સુધી પકાવો. હવે એક પેનમાં બાકીનું તેલ ગરમ કરો. તેમાં ડુંગળી ઉમેરો અને સોનેરી થાય ત્યાં સુધી ફ્રાય કરો. હવે તેમાં લીલાં મરચાં અને ટામેટાં ઉમેરો. ટામેટાં નરમ થાય ત્યાં સુધી પકાવો. મસાલાને સારી રીતે મિક્સ કરો.