શ્વેતક્રાંતિ: દૂધ વેચીને કરોડપતિ બની આ મહિલાઓ, અમૂલે જાહેર કરી 10 મહિલાઓની યાદી

Webdunia
ગુરુવાર, 20 ઑગસ્ટ 2020 (11:17 IST)
ભારતમાં શ્વેતક્રાંતિના પિતામહ ત્રિભુવનદાસ પટેલ હતા તો એ સફળતા પાછળનું દિમાગ-બ્રેઈન વર્ગીસ કુરિયન હતા.આપણો દેશ ખેતીપ્રધાન દેશ છે. ભારત એ ગામડાઓનો દેશ છે. આપણા દેશમાં અંદાજે 60-70% વસ્તી ગામડાઓમાં રહે છે. ગ્રામીણ ભારતની મોટા ભાગની વસ્તી ખેતી, ખેત આધારિત મજુરી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલી છે. પશુપાલન એ હંમેશાથી ખેતીની સાથે સંકળાયેલા લોકોનો સહ-વ્યવસાય રહ્યો છે. ભારતમાં ખેતી અને પશુપાલન થકી ખેડૂતો કમાણી રહ્યા છે. અત્યારે ખેડૂતો ટેક્નોલોજી અને સ્માર્ટ વર્ક થકી કરોડોની કમાણી કરતા થયા છે. ત્યારે પશુપાલન સાથે સંકળાયેલી મહિલાઓએ દૂધ ઉત્પાદનમાં ટોચના સ્થાને રહી છે. 
 
અમૂલ ડેરીના ચેરમેન આએસ સોઢીએ બુધવારે 10 લાખોપતિ ગ્રામીણ મહિલા ઉદ્યોગકારોની એક યાદી જાહેર કરી છે, જેમણે નાણાકીય વર્ષ 2019-20માં અમૂલને દૂધ વેચીને લાખોની કમાણી કરી છે. આ તમામ મહિલાઓએ ડેરી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલી છે. આરએસ સોઢીએ ટ્વિટ કરીને કહ્યું કે આ મહિલા ઉદ્યોગકારો 2019-20 દરમિયાન લાખો રૂપિયાનું દૂધ છે. ગુજરાતમાં એવી લાખો મહિલા ઉદ્યાગકારો છે, જે દૂધથી પોતાની કિસ્મત બદલી રહી છે. 
 
આરએસ સોઢીએ જે ટોપ-10 ગ્રામીણ મહિલા ઉદ્યોગકારોની યાદી જાહેર કરી છે, તેમાં પ્રથમ નંબર પર ચૌધરી નવલબેન છે, જેમણે 2019-20 માં 221595.6 કિલોગ્રામ દૂધ વેચીને 87,95,900.67 રૂપિયાની કમાણી કરી છે. બીજા નંબર પર માલવીના કનૂબેન રાવતાભાઇ છે, જેમણે 250745.4 કિલોગ્રામ દૂધ વેચીને 73,56,615.03 રૂપિયા રળ્યા છે. ત્રીજા નંબર પર ચાવડા હંસાબા હિંમતસિંહ છે, જેમણે 268767 કિલોગ્રામ દૂધ વેચીને 72,19,405.52 રૂપિયાની કમાણી કરી છે. 
 
ચોથા નંબર પર લોહ ગંગાબેન ગણેશભાઇ છે, તેમણે 199306 કિલોગ્રામ દૂધ વેચીને 64,46,475.59 રૂપિયાની કમાણી કરી છે. પાંચમા નંબર પર રબારી દેવિકાબેન છે, જેમણે 179632 કિલોગ્રામ દૂધ વેચીને 62,20,212.56 રૂપિયાની કમાણી કરી છે. છઠ્ઠા નંબર પર લીલાબેન રાજપૂત છે, તેમણે 225915.2 કિલોગ્રામ દૂધ વેચીને 60,87,768.68 રૂપિયાની કમાણી કરી છે. સાતમા નંબર પર ઉમતિયા બિસમિલ્લાહબેન છે, તેમણે 195909.6 કિલોગ્રામ દૂધ વડે 58,10,178.85 રૂપિયાની કમાણી કરી છે. 
 
આઠમા નંબર પર સજીબેન ચૌધરી છે, જેમણે 196862.6 કિલોગ્રામ દૂધ અમૂલને વેચ્યું અને 56,63,765.68 રૂપિયાની કમાણી કરી. નવમા નંબર પર નફીસાબેન અંગલોડિયા છે, જેમણે 195698.7 કિલોગ્રામ દૂધથી 53,66,916.64 રૂપિયાની કમાણી કરી. દસમા નંબર પર લીલાબેન ધુળિયા રહ્યા, જેમણે 179274.5 કિલોગ્રામ દૂધ ભેગું કરીને 52,02,396.82 રૂપિયાની કમાણી કરી છે.

સંબંધિત સમાચાર

Next Article