. દુનિયાભરમાં વધી રહેલ પ્લસ્ટિક પ્રદૂષણ વચ્ચે દેશની સૌથી મોટી ફૂટ કંપની Nestlé Indiaએ પોતાના ફ્લેગશિપ પ્રોડક્ટ Maggi નૂડલ્સ માટે એક રિર્ટન પોગ્રામ શરૂ કર્યો છે. 'MAGGI Wrappers return' પોગ્રામ હેઠળ કસ્ટમર્સ મેગી નૂડલ્સના દસ ખાલી પેકેટના બદલે દુકાનોમાંથી એક નવુ પેકેટ લઈ શકશે. હાલ આ પોગ્રામ ઉત્તરાખંડમાં બે સ્થાન પર શરૂ કરવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં જ તેને અન્ય રાજ્યોમાં પણ શરૂ કરવામાં આવી શકે છે. આ પયાલોટ પ્રોજેક્ટ હેઠળ નેસ્લે દેહરાદૂન અને મસુરીના 250 રિટેલ દુકાનદારો સાથે કામ કરી રહી છે.
સર્વાધિક પ્રદૂષણ ફેલાવનારા ટૉપ બ્રાંડ્સમાં સામેલ
નેલ્સેના એક પ્રવક્તાએ જણાવ્યુ કે ઉત્તરાખંડ પર્યાવરણ સંરક્ષણ અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને ગતિ ફાઉંડેશન દ્વારા મે માં રજુ કરવામાં આવેલ એક રિપોર્ટમાં જાણવા મળ્યુ છે કે મેગી, પેપ્સીકોના Lay’s ચિપ્સ, અને પાર્લેની Frooti પ્લાસ્ટિક પ્રદૂષણ ફેલાવનારા ટોપ બ્રાંડ્સમાં સામેલ છે. પર્યટકોના પસંદગીના રાજ્યોમાંથી એક ઉત્તરાખંડમાં કસ્ટમર્સ આ ખાદ્ય અને પીણાનુ સેવન કર્યા પછી ખાલી પેકેટ ડસ્ટબિનમાં ન ફેંકતા આમ તેમ ફેકી દે છે. આ રિપોર્ટ જોઈને નેસ્લેએ આ પોગ્રામ શરૂ કરવાની યોજના બનાવી.
બદલાવની આશા
નેસ્લેને આશા છેકે આ દરમિયાન આ રિટર્ન પોગ્રામ લોંચ થયા પછી લોકોમાં જાગૃતતા વધશે અને તે કચરાને વ્યવસ્થિત રીતે ડિસ્પોઝ કરવાની જવાબદારી લેશે. ખાલી પેકેટનુ પેકેટનુ કલેક્શન અને તેનુ યોગ્ય રીતે ડિસ્પોઝ ઈંડિયન પૉલ્યૂશન કંટ્રોલ એસોસિએશન દ્વારા કરવામાં આવશે. વિશેષજ્ઞો મુજબ ખાલી પેકેટના બદલે નવુ પેકેટ આપવાનુ કૉસ્ટ કંપનીના પ્રમોશનલ ખર્ચમાં સામેલ કરવામાં આવશે.