Jio એ એકવાર ફરીથી મચાવી ધમાલ, જાણીને ખુશ થઈ જશો તમે... !!

ગુરુવાર, 15 નવેમ્બર 2018 (12:58 IST)
Jio વીતેલા ઘના સમયથી સતત ચર્ચામાં છે. હવે Reliance Jio એ એકવાર ફરીથી ટૉપ કર્યુ છે. કંપનીની ઓક્ટોબર મહિનની સરેરાશ ડાઉનલોડિંગ સ્પીડ 22.3 એમબીપીએસ રહી. 
 
ન્યૂઝ એજંસી મુજબ ટ્રાઈની રિપોર્ટના હવાલાથી બતાવ્યુ છે કે  Idea  અપલોડ સરેરાશ સ્પીડના મામલે અવ્વર રહ્યુ છે. રિપોર્ટનુ માનીએ તો Jioની દેશભરમાં 4 જી સ્પીડ  Airtelના મુકાબલે બમણી કરતા વધુ રહી છે. Airtel ની સ્પીડ 9.5 એમબીપીએસ પ્રતિ સેકંડ નોંધવામાં આવી. આ આંકડા ઓક્ટોબર મહિનાના છે. 
 
બીજી બાજુ એક પ્રાઈવેટ કંપની ઓપન સિગ્નલ દ્વારા રજુ કરવામાં આવેલ નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં એક રિપોર્ટમાં જણાવ્યુ કે એક જૂનથી લઈને 29 ઓગસ્ટ 2018 સુધી એયરટેલ કંપનીએ સૌથી ઝડપી 4જી ડાઉનલોડ સ્પીડ મામલે ટોચમાં સ્થાન મેળવ્યુ છે.  પણ ટ્રાઈના પોર્ટલ પર રજુ રિપોર્ટનુ માનીએ તો આ સમયસીમામાં પણ Jio ટૉપ પર રહી. 
 
રિપોર્ટમાં વોડાફોન અને આઈડિયાની સ્પીડને જુદી જુદી રીતે લેવામાં આવી છે. એવુ કહેવાય રહ્યુ છે કે ડાઉનલોડ સ્પીડ કોઈ વીડિયોને જોવા, ઈંટરનેટ બ્રાઉઝ કરવા, ઈમેલ ચેક કરવા વગેરેમાં ખૂબ મદદગાર સાબિત થાય છે. બીજી બાજુ એક સારી અપલોડ સ્પીડ પરથી યૂઝર્સ કોઈ વીડિયો, ફોટોઝ વગેરેને ઈમેલ કે પછી સોશિયલ મીડિયા પર અપલોડ કરી શકો છો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર