JIOની ધમાકેદાર ઓફર, ફક્ત આટલા રૂપિયામાં જ આપી રહ્યા છે 3 મહિના માટે 126 GB ડેટા

ગુરુવાર, 13 સપ્ટેમ્બર 2018 (17:56 IST)
ટેલીકૉમ ઓપરેટર Jio એ ઈંડસ્ટ્રીમાં પોતાના બે વર્ષ પૂરા કરી લીધા છે. Reliance Jioને 5 સપ્ટેમ્બર 
2016માં લોંચ કરવામા6 આવ્યા હતા. લોન્ચિંગ પછી જ Jio એ પોતાના ગ્રાહકો માટે જુદા જુદા પ્રકારની ઓફર્સ, પ્લાંસ રજુ કરતા રહે છે. જેને કારણે છેલા બે વર્ષમં ડેટાના ભાવમાં ખૂબ કમી આવી છે અને કોલિંગ લગભગ અનલિમિટેડ થઈ ગઈ છે. 
 
આ કડીમાં Jio તાજેતરમાં જ એક ઓફર લઈને આવ્યુ છે. આ ઓફર શાનદાર તો છે જ સાથે જ ઓછી કિમંતમાં ખૂબ વધુ ડેટા આપવામાં આવી રહ્યો છે.  Jio એ 300 રૂપિયાવાળા પ્લાનની કિમંતને ઓછી કરીને માત્ર 299 રૂપિયા કરી દીધી છે. 100 રૂપિયાના કેશબેક યૂઝર્સને આપવામાં આવી રહ્યો છે. આ સાથે જ તેમા યૂઝર્સને કુલ 125 જીબી ડેટા મળશે.  ત્રણ મહિન સુધી આવનારા Jioના આ પ્લાનની કિમંત એક મહિનામાં ફક્ત 100 રૂપિયાની છે. 
 
Jio એ રજુ કરેલી પ્રેસ રિલીઝમાં આ માહિતી આપી છે. આ ઓફર 21 સપ્ટેમ્બર સુધી માન્ય રહેશે. બીજી બાજુ આની શરૂઆત 12 સપ્ટેમ્બરથી થઈ ચુકી છે.  કંપની આ પ્લાનમાં 100 રૂપિયાનો ઈંસ્ટેંટ ડિસ્કાઉંટ બે રીતે આપી રહી છે. 
 
સૌ પહેલા જિયો યૂઝર્સને કંપની 50 રૂપિયાનુ ડિસ્કાઉંટ આપશે.  ત્યારબાદ ફોન પે એપથી પેમેંટ કર્યા પછી યૂઝર્સને 50 રૂપિયાનુ વધુ કેશબેક આપવામાં આવશે. આ રીતે કુલ કેશબેક 100 રૂપિયાનુ થઈ જશે. ગ્રાહકને આ માટે માય જિયો એપનો ઉપયોગ કરતા ફોન પે દ્વારા પેમેંટ કરવાનુ રહેશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર