સેરિડૉન ટેબલેટ અને પેનડ્રમ ક્રીમ સહિત કૉમ્બિનેશનવાળી 328 દવાઓ પર સરકારે લગાવ્યો પ્રતિબંધ

ગુરુવાર, 13 સપ્ટેમ્બર 2018 (15:37 IST)
સરકારે પેનકિલર સૈરિડોન અને સ્કિન ક્રીમ પેનડ્રમ સહિત કૉમ્બિંશવાળી 328 દવાઓ પર રોક લગાવી દીધી સ્વાસ્થ્ય મંત્રાલયનુ કહેવુ છેકે આ એવી દવાઓ છે જેના સેવનથી લોકોના આરોગ્યને કોઈ વધુ ફાયદો થતો નથી. જનહિતમાં તેના પર રોક લગાવી છે. 
 
મીડિયા સ્પોર્ટ્સ મુજબ આ દવાઓના ઉત્પાદન માર્કેટિંગ અને વેચાણ પર તત્કાલ પ્રભાવથી રોક લાગી છે. તેમા કેટલીક કફ સીરપ. શરદી તાવ ફ્લૂની દવાઓ અને એંટી ડાયાબિટીક ડ્રગ્સનો પણ સમાવેશ છે. 
 
સંપુર્ણ ચોખવટ નથી કરી - પ્રતિબંધિત કરવામાં આવેલ બધી દવાઓના કોમ્બિનેશન અને બ્રાંડનો હાલ ખુલાસો થયો નથી. ડ્રગ ટેકનિકલ એડવાયઝરી બોર્ડે કહ્યુ કે આ દવાઓના ઈનગ્રીડિએંટ્સની થેરેપીમાં યોગ્ય ઉપયોગ સાબિત નથી થઓ. આ દવાઓ છે જે ફિક્સ્ડ ડોઝ કૉમ્બિનેશન કહેવાય છે. ઉદાહરણ તરીકે પૈરાસિટામૉલ સાથે જો કોઈ દવા મિક્સ કરી હોય તો તે ફિકસ્ડ ડોઝ કોમ્બિનેશન માનવામાં આવશે. 
 
 
આઠ વર્ષ પહેલા પણ લાગી હતી રોક - માર્ચ 2010માં પણ સરકારે કૉમ્બિનેશનવાળી આવી 344 દવાઓને પ્રતિબંધિત કરી હતી. 2016માં દવા કંપનીઓની અરજી પર દિલ્હી હાઈકોર્ટે સરકારના આ નિર્ણય પર રોક લગાવી હતી. ફિક્સ્ડ ડોઝ કૉમ્બિનેશન(એફડીસી) વાળી દવાઓ જે પ્રતિબંધિત કરવામાં આવી છે. તેમની વાર્ષિક 2500થી 3000 કરોડ રૂપિયાનુ માર્કેટ બતાવાય રહ્યુ છે. ભારતમાં ફાર્મા માર્કેટ 1.3 લાખ કરોડ રૂપિયાનુ છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર