કર્મચારીઓને 600 કાર આપનાર સુરતના કરોડપતિને નામે ચિટિંગ કરવાનું કાવતરું ઝડપાયું

શુક્રવાર, 2 નવેમ્બર 2018 (15:40 IST)
કર્મચારીઓને ઇન્સેન્ટિવ પેટે કાર, ફ્લેટ અને દાગીના વિગેરે આપી લાઇમ લાઇટમાં આવેલા ઉદ્યોગપતિ સવજી ધોળકિયાના નામે ઓનલાઇન ચિટિંગના કાવતરાનો પર્દાફાશ થયો છે.ઈચ્છાપોર હીરાબુર્સ જેમ એન્ડ જવેલરી પાર્કમાં હરિકૃષ્ણ એક્ષપોર્ટસ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં એચઆર અને એડમીન મેનેજર જતીન તિલકરાજ ચડ્ડાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે સવજી ધોળકીયાનું બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવી તેમાં લોભામણી સ્કીમો લખી હતી. આ બાબતે કર્મચારીનું ધ્યાન જતા તેણે માલિકને જાણ કરી તાત્કાલિક ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે મોબાઈલ નંબરના ધારક સામે ગુનો નોંધ્યો હતો. ઉપરાંત 4 બોગસ ફેસબુક એકાઉન્ટ ખોલી તેમાં સવજી ધોળકીયાના ફોટોગ્રાફ અને વિડીયો શેર કર્યા હતા. તે માટે વધુ એક ગુનો ક્રાઈમબાંચમાં નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ સવજીભાઇએ 600 જેટલી કારો કંપનીના કર્મચારીઓને દિવાળી બોનસરૂપે આપી છે.ફેસબુક ફોર સવજીભાઈ ધોળકીયા યુ હેવ ફર્સ્ટ પ્રાઈઝ મારૂતિ સુઝુકી ડીઝાયર, એમાઉન્ટ 5.60 લાખ, રજીસ્ટ્રેશન ચાર્જ 8500, ડિપોઝીટ ડિટેઈલ્સ ફોર કોન્ટેક્ટ નંબર અને વોટસએપ નંબર ’ લખેલો હતો. વોટસએપ પર અલગ અલગ ઓડીયો મોકલીને લોભામણી ઓફર કરાય હતી. જેમાં દિનકર દેવીદાસ ગોર્દએ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો એકાઉન્ટ નંબર અને આઈએફએસસી કોડ મેસેજ કરી 8500 જમા કરાવવાનું લખ્યું હતું. કંપનીએ ઠગ ટોળકી પાસે આઈડી પ્રુફની માંગણી કરતા ટોળકીએ એક ફોટોગ્રાફ અને પ્રદિપ શર્મા નામનું આધાર કાર્ડ મોકલ્યું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર