Jio Republic Day Offer - 2999 રૂપિયાના રિચાર્જ પર 3 હજારથી વધુના કૂપન જીતવાની તક

Webdunia
મંગળવાર, 16 જાન્યુઆરી 2024 (12:39 IST)
Jio Republic Day Offer
- 2999 રૂપિયાના રિચાર્જ પર 3 હજારથી વધુના કૂપન જીતવાની તક  
- ઓફર 31 જાન્યુઆરી સુધી 
 
 રિલાયંસ જિયો પોતાના વર્તમાન અને નવા ગ્રાહકો માટે રિપબ્લિક ડે ઓફર લઈને આવ્યુ છે. ઓફર હેઠળ 2999 રૂપિયાનુ રિચાર્જ કરાવનાર ગ્રાહકને 3 હજાર રૂપિયાથી વધુની કૂપન મળશે. આ કૂપન્સનો ઉપયોગ શોપિંગ, ટ્રાવેલિંગ અને ખાવા પીવાના બિલ ચુકવવામાં કરી શકો છો. જેવુ જ ગ્રાહક જિયોનો પ્લાન રિચાર્જ કરાવશે તેને મળનારા કૂપન તરત જ  MyJio એપમા જોવા મળશે. ઓફરનો ફાયદો ફક્ત 31 જાન્યુઆરી સુધી ઉઠાવી શકાય છે. 
Jio Republic Day Offer
સૌથી પહેલીવાત શોપિંગની. રિલાયંસનો AJIO એપ દ્વારા 2499 રૂપિયાની ન્યૂનતમ ખરીદી પર ગ્રાહકને 500 રૂપિયાની છૂટ મળશે. સાથે જ ટીરાથી બ્યુટી પ્રોડક્ટ ખરીદવા પર 30 ટકા ડિસ્કાઉંટ મળશે. જો કે વધુમાં વધુ 1000 રૂપિયા સુધીનુ હોઈ શકે છે. રિલાયંસ ડિઝિટલમાંથી ઓછામાં ઓછુ 5000 રૂપિયાની ખરીદી કરવા પર 10 ટકાની છૂટ મળશે, રિલાયંસ ડિઝિટલ પર વધુમાં વધુ છૂટની સીમા 10 હજાર રૂપિયા સુધી સીમિત છે. 
 
ટ્રેવલિંગ - ઈક્સિગો (ixigo) દ્વારા હવાઈ ટિકિટ બુક કરવા પર 1500 રૂપિયા સુધીની છૂટ મળશે. 1 મુસાફરની ટિકિટ પર 500 રૂપિયા, 2 મુસાફરો પર 1000 રૂપિયા અને 3 મુસાફર પર 1500 રૂપિયાની છૂટ નક્કી કરવામાં આવી છે. ખાવાના શોખીન પણ સ્વિગી એપ પરથી ફુડ બુક કરી 125 રૂપિયા સુધીની છૂટ લઈ શકે છે. પણ ઓર્ડર ઓછામાં ઓછો 299 રૂપિયાનો હોવો જોઈએ.  
 
વધુમાં વધુ કૂપન જીતવા માટે ગ્રાહક પોતાના નંબર પર જેટલુ ઈચ્છે એટલુ રિચાર્જ કરી શકે છે.  આ ઓફર હેઠળ જીતી ગયેલ કૂપન બીજા જિયો નંબર પર ટ્રાંસફર નહી કરી શકાય. જો કે કૂપન મિત્રો/પરિવાર સાતેહ શેયર કરી શકાય છે. 

સંબંધિત સમાચાર

Next Article