રાહુલનો ગુજરાત પ્રવાસ - આજે કરશે ખેડૂતો અને કાર્યકર્તાઓ સાથે વાત

Webdunia
મંગળવાર, 26 સપ્ટેમ્બર 2017 (10:08 IST)
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. રાહુલ મંગળવારે જામનગર મોરબી અને રાજકોટ જીલ્લાનો પ્રવાસ કરશે.  આ દરમિયાન રાહુલ અનેક સ્થાન પર રોકાયેલા કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે અને ખેડૂતોને સાથે પણ ચર્ચા કરશે. 
 
આ અગાઉ સોમવારે રાહુલ ગાંધીએ નોટબંધી અને જીએસટી માટે સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર હુમલો કર્યો હતો. સાથે જ તેમને મોદીના રાજ્યના મુખ્યમંત્રી રહેવા દરમિયાન શરૂ કરવામં આવેલ વિકાસના ગુજરાત મોડલની આલોચના કરી હતી. 
 
રાહુલે ગુજરાતના પોતાના ત્રણ દિવસીય પ્રવાસની શરૂઆત કરતા આ વાતો કરી. ત્યા આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂટણી થવાની છે. ગુજરાતમાં તેમની પાર્ટી બે દસકાથી વધુ સમયથી સત્તાની બહાર છે. 
 
47 વર્ષીય કોંગ્રેસ ઉપાધ્યક્ષએ અહી પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરમાં પૂજા કરીને દિવસની શરૂઆત કરી. તેમણે રોડ શો દરમિયાન લોકો સાથે સંવાદ કર્યો. તેમને સૌરાષ્ટ્ર દ્વારકા-જામનગર માર્ગ પર બળદગાડીની સવારી પણ કરી. આ દરમિયાન અનેક સ્થાનો પર તેમનુ સ્વાગત કરવામાં આવ્યુ.  
 
રાહુલનુ પટેલ અનામત આદોલનના નેતા હાર્દિક પટેલે અભિવાદન કર્યુ. હાર્દિક પ્રદેશની ભાજપા સરકારના ઘોર વિરોધી છે. હાર્દિકે આજે સવારે ટ્વીટ કરીને ગુજરાતમાં રાહુલનુ સ્વાગત કર્યુ. ગુજરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનુ ગૃહ રાજ્ય છે.  રાહુલે રાજગ શાસનમાં બેરોજગારીના મુદ્દને ઉજાગર કર્યો અને રાજ્યમાં પોતાની પાર્ટીના સત્તામાં આવતા ગુજરાતના ખેડૂતોની સમસ્યાઓનુ સમાધાન કરવાનુ વચન આપ્યુ. 

સંબંધિત સમાચાર

Next Article