કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ દ્વારકાધીશના દર્શન કર્યાં

સોમવાર, 25 સપ્ટેમ્બર 2017 (12:46 IST)
કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી  સોમવારે સવારે મીઠાપુર એરપોર્ટ પહોંચ્યા હતાં જ્યાં કોંગ્રેસ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.  મીઠાપુરથી તેઓ સીધા  દ્વારકા મંદિરે પહોંચ્યા હતાં જ્યાં જગતમંદિરમાં તેમણે શીશ નમાવી દર્શન કરીને પ્રાર્થના કરી હતી. હવે જ્યારે રાહુલ ગાંધી રોડ શો દ્વારા જામનગર પહોંચશે અને માર્ગમાં સભાને સંબોધન કરશે. જામનગરમાં સોમવારે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના આગમનના પગલે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવામાં આવી છે.


સાંજે શહેરમાં તેઓ 6 કિમીની નવસર્જન યાત્રા કરી બાદમાં જાહેરસભાને સંબોધશે. તકે કોંગીના દિગ્ગજો સાથે રહેશે. રાષ્ટ્રીય ઉપાધ્યક્ષના આગમનને પગલે કોંગ્રેસમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો વહીવટીતંત્ર સ્ટેન્ડ ટુ થયું છે. અગાઉ ઈંદિરા ગાંધી 3 વખત દ્વારકા મંદિરની મુલાકાત લીધી હતી. જ્યારે રાજીવ ગાંધી પણ એક વખત દ્વારકા મંદિરની મુલાકાત લીધી હતી. જ્યારે આજે રાહુલ ગાંધી પણ દ્વારકા મંદિરથી નવસર્જન યાત્રાની શરૂઆત કરશે. દ્વારકા મંદિરેથી ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર