દિવાળીના દિવસોમાં જ ચૂંટણી જાહેર થશે: દોઢ મહિનાની આચારસંહિતા

શનિવાર, 23 સપ્ટેમ્બર 2017 (12:25 IST)
રાજ્યમાં ડિસેમ્બર મહિનામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી પંચ દ્વારા તડામાર તૈયારી શરૂ કરવામાં આવી છે ઓકટોબરના પ્રારંભે કેન્દ્રીય ચૂંટણી પંચના તમામ મુખ્ય અધિકારી ગુજરાત આવી રહ્યા છે. તેમની હાજરીમાં રાજયના તમામ જિલ્લા કલેકટર, ડી.એસ. પી. તેમ જ પોલીસ કમિશનરોની બેઠક યોજાશે. દિવાળીની આસપાસના દિવસોમાં ચૂંટણી કાર્યક્રમ જાહેર થશે. ત્યારથી જ આચારસંહિતા અમલમાં આવી જશે

દોઢેક મહિનાની આચારસંહિતા રહે અને ૧પ નવેમ્બરથી ૧પ ડિસેમ્બર વચ્ચે મતદાન થાય તેવી શક્યતા છે. તમામ ૧૮ર મતક્ષેત્રમાં ઇ.વી.એમ.ની સાથે વીવીપેટ મશીન જોડીને મતદાન કરવાનું નકકી થઇ ગયું છે જરૂરી વીવીપેટ ગુજરાતમાં આવી ગયા છે. તેની ચકાસણી કામગીરી ચાલી રહી છે.મોટાભાગના વીવીપેટ કંપનીમાંથી આવ્યા છે એટલે કે પ્રથમ વખત જ ઉપયોગ થશે. કેન્દ્રીય ચૂંટણી પછી ગુજરાતમાં સમીક્ષા કરી જાય પછી ગમે ત્યારે ચૂંટણી જાહેર થશે. દિવાળી ૧૯ ઓકટોબરે છે તે પૂર્વે બે-ચાર દિવસે ચૂંટણી જાહેર થઇ શકે છે. જો તહેવારોને ધ્યાને રાખીને ચૂંટણી પંચ દિવાળી પછી ચૂંટણી જાહેર કરવા ઇચ્છે તો લાભપાંચમ સુધીમાં ચૂંટણી જાહેર થઇ જશે. રાજ્યમાં ચૂંટણી બે તબકકે થવાની સંભાવના છે. ર૦૧રની વિધાનસભાની ચૂંટણીમાં અઢી મહિના સુધી આચારસંહિતા અમલમાં રહી હતી

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર