પોતાના ટ્વીટમાં હાર્દિકે લખ્યુ છે કે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલજીનુ ગુજરાતમાં હાર્દિક સ્વાગત છે. જ્ય શ્રી કૃષ્ણા. આ ટ્વીટના અનેક મતલબ કાઢવામાં આવી રહ્યા છે. રાજકારણના પંડિતોના કહેવા મુજબ આ સીધે સીધુ પટેલ પાટીદારોનુ સમર્થન કોંગ્રેસને જતુ દેખાય રહ્યુ છે. શક્યતા છે કે પોતાના ત્રણ દિવસના પ્રવાસમાં રાહુલ ગાંધી હાર્દિક સાથે પણ મુલાકાત કરે અને નવુ રાજકારણીય સમીકરણ પણ જોવા મળે. ઉલ્લેખનીય છે કે અનામત મુદ્દાને લઈને પટેલ પાટીદાર સમુહ ભાજપા વિરુદ્ધ હવા બનાવવાની કોશિશમાં છે.