નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેસાણાથી જ ચૂંટણી લડશે

Webdunia
શનિવાર, 21 ઑક્ટોબર 2017 (13:47 IST)
મહેસાણામાંથી એક સમયે ચૂંટણી લડવામાં કચવાટ અનુભવતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હવે મહેસાણાથી જ ચૂંટણી લડવાના છે તેની સત્તાવાર જાહેરાત પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કરી દીધી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ આ ઉપરાંત મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ રાજકોટથી જ ચૂંટણી લડશે તેની પણ સત્તાવાર જાહેરાત કરી દીધી છે.  મ

મહેસાણા બેઠક પરથી નીતિન પટેલ નવા સીમાંકન બાદ પ્રથમવાર ચૂંટણી જીત્યા હતા. જયારે મહેસાણા બેઠક પરથી આ તેમની બીજી ચૂંટણી છે. મહેસાણા વિધાનસભા બેઠક પરના અત્યાર સુધીના પરિણામની વાત કરીએ તો જણાશે કે વર્ષ ૨૦૧૨માં આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર નીતિન પટેલે કોંગ્રેસના ઉમેદવાર નટવરલાલ પટેલને ૧૪. ૮૧ ટકા મતથી હરાવીને બેઠક જીતી હતી. ભાજપના ઉમેદવાર નીતિન પટેલે કડી બેઠક એસ.સી. માટે અનામત થતાં આ બેઠક પરથી ચુંટણી લડી હતી. જયારે વર્ષે ૨૦૦૭માં ભાજપના ઉમેદવાર અનિલ પટેલે કોંગ્રેસના ઉમેદવાર નરેશ રાવલને ૧૭ હજાર મતથી હરાવ્યા હતા. આ બેઠક પર વર્ષ ૧૯૮૫ બાદની તમામ વિધાનસભા ચુંટણીમાં ભાજપના જ ઉમેદવાર વિજયી બનતાં આવ્યા છે.એટલે કે આ બેઠક ઉત્તર ગુજરાતની ભાજપની કમિટેડ બેઠક ગણવામાં આવે છે. મહેસાણા વિધાનસભા બેઠકના જાતિગત ગણિતની વાત કરીએ તો જણાશે કે કુલ મતદારોમાં પાટીદાર ૨૨.૬ ટકા, ઠાકોર ૧૫. ૮ ટકા, સવર્ણ ૧૨. ૯ ટકા, ક્ષત્રિય ૨.૩ ટકા, ચૌધરી ૩.૪ ટકા. ઓબીસી ૧૪. ૨ ટકા, મુસ્લિમ ૫.૬ ટકા, દલિત ૧૧.૭ ટકા છે. જોવા જઈએ તો આ બેઠક પાટીદાર ઉપરાંત સવર્ણ મતદારો પણ એટલાં જ પ્રભાવી જોવા મળે છે. મહેસાણા બેઠક પાટીદાર અનામત આંદોલન બાદ બદલાયેલા રાજકીય સમીકરણના પગલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ફરી એક વાર ચૂંટણી જીતી જશે તેવો પક્ષને વિશ્વાસ છે. આ ઉપરાંત રાજય સરકાર ચૂંટણી પૂર્વે જ પાટીદાર અનામત આંદોલનને પૂર્ણ કરવા માટે કોઈ રસ્તો શોધી લેશે તેવો આશાવાદ પણ નીતિન પટેલ હાલ સેવી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે.

સંબંધિત સમાચાર

Next Article