ગુજરાતમાં દારુબંધી છે એટલે પેટ્રોલ મોંઘું મળે છે: નીતિન પટેલ

શુક્રવાર, 22 સપ્ટેમ્બર 2017 (12:33 IST)
પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને આંબી રહ્યા છે પરંતુ રાજ્ય સરકારે તેના પર લાગતા વેટનો ઓછો કરવા તૈયાર નથી. આ માટે રાજ્ય સરકારે કારણ આપ્યું છે કે ગુજરાતમાં દારૂબંધી છે જ્યારે અન્ય રાજ્યોમાં દારૂનું વેચાણ થતું હોવાથી તેના પર રાજ્ય સરકારોને વધારાની આવક થાય છે જેથી તેઓ વેટ ઓછો કરી શકે પરંતુ ગુજરાતમાં તે શક્ય નથી.નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, ‘રાજ્ય સરકારની મોટાભાગની આવક પેટ્રોલિયમ પ્રોડક્ટના વેટ પર આધારીત છે જ્યારે અન્ય રાજ્યોમાં દારૂ પર લગાડવામાં આવતા ટેક્સથી મોટી આવક થાય છે તેથી રાજ્ય સરકાર માટે પેટ્રો-ડીઝલ પરનો વેટ ઓછો કરવો શક્ય નથી.’જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના વિરોધમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર વિરૂદ્ધ દેખાવો યોજવાનું કહ્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર