દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020ના પરિણામ થોડી જ વારમાં આવવા શરૂ થઈ જશે. ચૂંટ્ણી સાથે જોડાયેલ તમામ અપડેટ તમે અમારી વેબસાઈટ પર જોઈ શકો છો. ચૂંટણી પંચ મુજબ આ વખતે દિલ્હીમાં 62.59 ટકા મતદાન થયુ હતુ.
કુલ સીટો : 70
ચૂંટણી થઈ : 70
દિલ્હી વિધાનસભા ચૂંટણી પરિણામ 2020 આ મુજબ છે : પક્ષવાર સ્થિતિ
પાર્ટી
આગળ/જીત
આમ આદમી પાર્ટી AAP)
63
ભારતીય જનતા પાર્ટી BJP)
07
કોંગ્રેસ
0
અન્ય
0
ઉલ્લેખનીય છે કે દિલ્હીની 70 વિધાનસભા સીટ પર 8 ફેબ્રુઆરીના રોજ મતદાન થયુ હતુ. દિલ્હીમાં મતદાન માટે 13 હજાર 750 મતદાન કેન્દ્ર બનાવ્યા હત. 70 સીટો પર 672 ઉમેદવારોના ભાવિ આજે નક્કી થશે. તેમા 148 વિપક્ષનો સમાવેશ છે.
AAP એ આ ચૂંટણીમાં 70 સીટો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા જ્યારે કે બીજેપીએ 67 અને કોંગ્રેસે 66 સીટો પર પોતાના કૈડીડેટ્સ ઉતાર્યા હતા. બીજેપીએ ત્રણ સીટો પોતાના સહયોગી પાર્ટી જેડીયૂ અને એલજેપીને આપી હતી. તેમાથી બે સીટો પર જેડીયૂ અને એક સીટ પર લોક જનશક્તિ પાર્ટી ચૂંટણી લડી રહી છે. બીજી બાજુ કોંગ્રેસે ચાર સીટો આરજેડીને આપી હતી.