આ જીતની સાથે જ અફઘાનિસ્તાન ટી20 વર્લ્ડકપના સેમિફાઇનલમાં પહોંચી ગયું છે. આ પ્રથમ અવસર છે જ્યારે અફઘાનિસ્તાન કોઈ આઈસીસી ટ્રોફી ઇવેન્ટના સેમિફાઇનલમાં પહોંચ્યું છે.
આ સાથે જ ઑસ્ટ્રેલિયા ટી20 વર્લ્ડકપમાંથી બહાર થઈ ગયું છે.
મૅચમાં અફઘાનિસ્તાને ટૉસ જીતીને પહેલા બૅટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને અફઘાનિસ્તાને 115 રન બનાવ્યા. બાંગ્લાદેશ તરફથી સૌથી વધારે રાશિદ હોસેને ત્રણ વિકેટ લીધી.
વરસાદને કારણે બાંગ્લાદેશ માટે ડકવર્થ લ્યુઇસના હિસાબથી 19 ઓવરમાં 114 રનનો ટાર્ગેટ નક્કી થયો. બાંગ્લાદેશની ટીમ 105 રનમાં જ સમેટાઈ ગઈ. અફગાનિસ્તાનના નવીન ઉલ હક અને રાશિદ ખાને ચાર-ચાર વિકેટ લીધી.
લિટન દાસ 54 રન બનાવીને નૉટ આઉટ રહ્યા પરંતુ તેમની ઇનિંગ ટીમને હારથી બચાવી ન શકી.
હવે 27 જૂનના બંને સેમિફાઇનલ મૅચ રમાશે. પ્રથમ સેમિફાઇનલ મૅચમાં અફઘાનિસ્તાનની સામે દક્ષિણ આફ્રિકાની મૅચ રમશે. ત્યારે ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે બીજી મૅચ રમાશે.