આખી ટીમ એક બાજુ અને ઋષભ પંત એક બાજુ, ધમાકેદાર સદી મારીને રિષભ પંતે ટીમ ઈંડિયાની બચાવી લાજ

Webdunia
ગુરુવાર, 13 જાન્યુઆરી 2022 (19:38 IST)
Rishabh Pant against South Africa: ટીમ ઈંડિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલ ત્રીજી અને ફાઈનલ ટેસ્ટ મેચમાં ભારતીય વિકેટ કિપર બેટ્સમેન રિષભ પંતે એક વાર ફરી બતાવ્યુ કે ખાસ અવસર પર તે મોટા દાવ રમવામાં નિપુણ છે. આ 24 વર્ષીય ભારતીય બેટ્સમેને એકલા હાથે ભારતની બીજી ઇનિંગમાં ટીમનું સમગ્ર વજન પોતાના ખભા પર વહન કર્યું હતું. તેણે પોતાની ટેસ્ટ કારકિર્દીની ચોથી સદી આકર્ષક શૈલીમાં ફટકારી અને ભારતને 200થી ઉપરનો લક્ષ્યાંક આપવામાં સૌથી મોટી ભૂમિકા ભજવી. રિષભ પંતે અણનમ સદી ફટકારીને ભારતે દક્ષિણ આફ્રિકાને 212 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
 
મેચના બીજા દિવસે ભારતીય ટીમે તેના બીજા દાવમાં 2 વિકેટે 57 રન બનાવ્યા હતા. ત્રીજા દિવસની રમત શરૂ થઈ ત્યારે ફરી એકવાર ભારતીય બેટ્સમેનોની વિકેટો પડવા લાગી. બીજા દિવસે રાહુલ (10) અને મયંક (7) આઉટ થયા હતા. જ્યારે ત્રીજા દિવસે પુજારા (9), વિરાટ કોહલી (29), રહાણે (1), અશ્વિન (7), શાર્દુલ ઠાકુર (5), ઉમેશ યાદવ (0) અને મોહમ્મદ શમી (0) પણ સસ્તામાં પેવેલિયન પરત ફર્યા હતા. . ભારતના 8 બેટ્સમેન ડબલ ફિગર પણ પાર કરી શક્યા ન હતા.

એકલા હાથે કરી કમાલ 
 
કથળતી ભારતીય બેટિંગ વચ્ચે ઋષભ પંત પિચ પર આવ્યો ત્યારે ભારતનો સ્કોર 58/4 હતો.. પંત એકમાત્ર એવો ખેલાડી હતો જે સતત પિચ પર રહ્યો. પંતે પડતી વિકેટો વચ્ચે સ્કોર 90+  સુધી પહોંચાડ્યો અને કોઈક રીતે તેણે ભારતીય ટીમની લીડ 200થી આગળ લીધી, જે મેચની દ્રષ્ટિએ સૌથી જરૂરી  અને ખૂબ જ મહત્વપૂર્ણ હતું. ટૂંક સમયમાં જ ઋષભ પંતે 133 બોલમાં તેની ચોથી ટેસ્ટ સદી પૂરી કરી. તેણે પોતાની સદી સુધી પહોંચવા માટે 4 છગ્ગા અને 6 ચોગ્ગાની મદદ લીધી હતી. આખી ટીમ 198 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી પરંતુ રિષભ પંત 139 બોલમાં 100 રન બનાવીને અણનમ રહ્યો હતો.

<

The rest of the Indian batters 70 runs

Rishabh Pant 100*

What a knock

Watch #SAvIND live on https://t.co/CPDKNxpgZ3 (in select regions)#WTC23 | https://t.co/Wbb1FE2mW1 pic.twitter.com/cj8oyz7Dsl

— ICC (@ICC) January 13, 2022 >