BCCIને દર વર્ષે 440 કરોડ રૂપિયા આપે છે વીવો
ચીની કંપની વીવો IPLની ટાઈટલ સ્પોન્સર માટે BCCI ને દર વર્ષે 440 કરોડ રૂપિયા આપે છે. ગયા વર્ષે ભારત-ચીન વચ્ચે થયેલા વિવાદને કારણે જ્યારે દેશમાં વિરોધ થયો ત્યારે એક વર્ષ માટે વીવોને બ્રેક લેવો પડ્યો હતો. આ પહેલા IPL 2020 ની સીજનમાં ફૈટેંસી ગેમિંગ ફર્મ ડ્રીમ-11 ટાઈટલ સ્પૉન્સર રહી હતી. આ માટે ડ્રીમ 11એ BCCIને 222 કરોડ રૂપિયા આપ્યા હતા. અહી કૉન્ટ્રેક્ટ 18 ઓગસ્ટથી 31 ડિસેમ્બર 2020 સુધી માટે હતો. આ રકમ વીવોના વાર્ષિક ચુકવણીથી લગભગ અડધી હતી.
2022 સુધી આઈપીએલની ટાઈટલ સ્પોન્સર છે વીવો
વીવોનુ IPL ટાઈટલ સ્પોન્સરશિપ માટે 2190 કરોડ રૂપિયા સાથે 5 વર્ષ માટે કોંટ્રેક્ટ થયો હતો. કંપની વાર્ષિક 440 કરોડ રૂપિયા આપતી હતી. આ કૉન્ટ્રેક્ટ 2018થી 2022 સુધીનો હતો. પહેલા સમાચાર હતા કે વીવોનો કૉન્ટ્રેક્ટ 2023 સુધી માટે વધારી શકાતો હતો. પણ હવે ટાટાએ તેનુ સ્થાન લઈ લીધુ છે.