IND vs IRE - ટીમ ઈંડિયાના પહેલા બે મેચોની બધી ટિકિટ વેચાય ગઈ, ક્રિકેટ બોર્ડે આપી માહિતી

Webdunia
ગુરુવાર, 17 ઑગસ્ટ 2023 (13:19 IST)
ભારતમાં ક્રિકેટની પોપુલરિટીથી દરેક કોઈ પરિચિત છે. એટલુ જ નહી ભારતીય ક્રિકેટ ફેંસ પણ દુનિયાના દરેક ખૂણામાં મળી જશે.  જ્યા પણ ટીમ ઈંડિયા જાય છે ત્યા પણ ભારતીય ફેંસનો સપોર્ટ જોવા મળે છે. આવામાં ટીમ ઈંડિયા 18 ઓગસ્ટે આયરલેંડ વિરુદ્ધ ત્રણ મેચની ટી20 સીરીઝ રમશે. ભારતીય ક્રિકેટ ટીમનો આ ત્રીજો આયરલેંડ પ્રવાસ છે. આ પહેલા બંને ટીમે અહી 2-2 મેચની ટી20 રમી હતી. આ વખતે ભારતીય ટીમ ત્રણ મેચોની ટી20 સીરીજ રમશે.  જસપ્રીત બુમરાહની કપ્તાનીમાં યુવા ખેલાડીઓનો અહી ટેસ્ટ જોવા મળશે.  આયરલેંડ ક્રિકેટ બોર્ડે હવે આ સીરીજ પહેલા બે મેચોની ટિકિટ વેચાણ સાથે જોડાયેલ ખાસ માહિતી આપી છે. 
 
ભારતીય ટીમને અહી જોવા માટે આયરલેંડના ક્રિકેટ ફેંસ ખૂબ ઉત્સુક છે. આ એ વાત પર થી જાણી શકાય છે કે પહેલી બંને ટી20 મેચની બધી ટિકિટો વેચાય ચુકી છે. જેનાથી આયરલેંડ ક્રિકેટ બોર્ડની ચાંદી થઈ ગઈ છે. ક્રિકેટ આયરલેંડે પોતાની વેબસાઈટ પર આની માહિતી આપી છે.  બોર્ડે લખ્યુ કે ભારત અને આયરલેંડ વચ્ચે પહેલા બંને ટી20 મેચોની બધી ટિકિટો વેચાય ગઈ છે અને ત્રીજી મેચની ટિકિટો ઝડપથી વેચાય રહી છે.  ઉલ્લેખનીય છે કે આ સીરીઝની ત્રણેય મેચ ધ વિલેજ માલાહાઈડ ક્લબ ક્રિકેટ મેદાન પર થશે જેની ક્ષમતા 11500 દર્શકોની છે. 
 
આયરલેંડના જોશ ઉંચાઈ પર 
ઈગ્લેંડમાં રમાયેલ ટી20 વિશ્વ કપ 2009ના ગ્રુપ મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં આયરલેંડને આઠ વિકેટથી હરાવ્યા બાદથી જ ભારતે અત્યાર સુધી આયરલેંડ વિરુદ્ધ પાચ ટી20 મેચ જીતી છે. પૉલ સ્ટર્લિંગની કપ્તાનીવાળી આયરલેંડ ટીમના વિકેટકીપર બેટ્સમેન લોરકાન ટકરે કહ્યુ કે તેમને ભારત તરફથી મળનારા પડકારનો અહેસાસ છે પણ તેમની ટીમ  કોઈપણ ટીમને હરાવવાની હિમંત રાખે છે. તેમણે કહ્યુ અહી ભારતને સારુ સમર્થન મળશે. પણ આટલી મોટી સંખ્યામાં દર્શકોનુ આવવુ આયરલેંડમાં ક્રિકેટ માટે સારુ છે. ટીમ આ મોટી મેચોને લઈને ખૂબ રોમાંચિત છે. 
 
તેમણે વધુમાં કહ્યું કે, અમે વર્લ્ડ કપમાં રમ્યા છીએ અને આ પહેલા પણ ભારત સામે રમ્યા છીએ. અમે જાણીએ છીએ કે આવી હાઈ પ્રેશર મેચોમાં કેવું લાગે છે. અમે આ વર્ષે ઘણું ક્રિકેટ રમ્યા છે અને અમે તૈયાર છીએ. અમે સ્કોટલેન્ડમાં સારું પ્રદર્શન કર્યું અને આવતા વર્ષના વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું છે. ઉલ્લેખનીય છે કે   આ સીરીઝ ટીમ ઈન્ડિયા માટે ખાસ છે કારણ કે આના દ્વારા ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની 11 મહિના બાદ વાપસી પણ થવા જઈ રહી છે. આ પ્રવાસમાં તે ટીમ ઈન્ડિયાની કમાન સંભાળશે.

સંબંધિત સમાચાર

Next Article