અંબાલાલ પટેલની ભુક્કા બોલાવે તેની આગાહી, ગાજવીજ સાથે વરસાદની શક્યતા

Webdunia
શુક્રવાર, 18 ઑગસ્ટ 2023 (07:52 IST)
અંબાલાલ પટેલની ભુક્કા બોલાવે તેની આગાહી- ગુજરાત સહિત ભારતના અનેક વિસ્તારોમાં ઑગસ્ટ મહિનાની શરૂઆતથી જ વરસાદી ગતિવિધિઓ ધીમી પડી ગઈ છે અથવા તો અનેક વિસ્તારોમાં વરસાદ પડી જ રહ્યો નથી. 

આજથી 20ઓગસ્ટ સુધીમાં ગુજરાતનાં જુદા જુદા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. જેમાં કેટલાં વિસ્તારોમાં ભારે વરસાદની પણ સંભાવના છે. 

ગુજરાતમાં આગામી 24 કલાકમાં સામાન્ય વરસાદ નોંધાશે. આ દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને અમદાવાદમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. તો નર્મદા, છોટાઉદેપુર, દાહોદ અને પોરબંદરમાં પણ પવન સાથે વરસાદ પડશે. 
 
રાજ્યમાં દક્ષિણ ગુજરાતને છોડીને મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ ખેંચાઈ રહ્યો છે અને ઑગસ્ટમાં વરસાદ પડ્યો નથી. હવે અનેક વિસ્તારોમાં વરસાદની ઘટ દેખાઈ રહી છે.
 
હાલ માત્ર ઉત્તર ભારતના કેટલાક વિસ્તારો, પૂર્વોત્તરનાં રાજ્યો અને હિમાલયની તળેટીમાં જ વરસાદ પડી રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદ થયો છે.
 
હવે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સર્જાઈ છે જે થોડી મજબૂત બનીને લૉ પ્રેશર એરિયા બને તેવી શક્યતા છે. જેના કારણે ભારતના કેટલાક ભાગોમાં ફરીથી ચોમાસું સક્રિય થાય તેવી સંભાવના છે.
 
આ ઉપરાંત ગોવા, કોકણના વિસ્તારો, કર્ણાટકના વિસ્તારો અને પૂર્વોત્તરનાં રાજ્યોમાં વરસાદ થોડો વધે તેવી શક્યતા દેખાઈ રહી છે.

સંબંધિત સમાચાર

Next Article