આઈસીસી વિશ્વ કપ 2019 પછી ચારે બાજુ મહેન્દ્ર સિંહ ધોનીના સંન્યાસ લેવાની ચર્ચા ચાલી રહી છે. પ્ણ આ દરમિયાન ટીમ ઈંડિયાના પૂર્વ કપ્તાન ધોની પોતાના ઘરે રાંચીમાં જોવા મળ્યા. જ્યારબાદ એવા અનુમન લગાવાય રહ્યા છે કે ધોની પોતાના માતા-પિતાને મળ્યા પછી ટૂંક સમયમાં જ સંન્યાસનુ એલાન કરી શકે છે. એટલુ જ નહી એવુ પણ કહેવાય રહ્યુ છે કે ધોની વેસ્ટ ઈંડિંઝના પ્રવાસ પર જવાને બદલે સેનામાં 15 દિવસ માટે અભ્યાસ કરવા જશે.
ટીમ ઈંડિયાના કપ્તાન કુલ કહેનારા ધોની નવી દિલ્હીથી વિસ્તારા એયરલાઈંસની ફ્લાઈટથી પત્ની સાક્ષી અને પુત્રી જીવા સાથે પરત ફરી રહ્યા છે. રાત્રે બિરસા મુંડા એયરપોર્ટ પર વધુ ભીડ ન રહેવાને કારણે માહીએ ત્યાના કેટલાક પ્રશંસકો સાથે ફોટો પણ પડાવ્યો. ત્યારબાદ તેઓ ગાડીમાં બેસી અને સિમલિયા સ્થિત પોતાના ઘરે નીકળી ગયા. આ રીતે આઈપીએલ પછીથી ધોની ફ્કત બે વાર રાંચી એક-એક દિવસ માટે આવ્યા હતા.
સૂત્રોનુ માનીએ તો એવુ કહેવાય રહ્યુ છે કે ધોનીએ આ સંબંધમાં બીસીસીઆઈને માહિતી આપી છે કે તેઓ ઓગસ્ટમાં 15 દિવસ સુધી આર્મી ટ્રેનિંગ કરવાના છે. આ જ રીતે ધોનીનો સેના પ્રત્યે પ્રેમ જગજાહેર છે. તેમણે અનેકવાર એવુ પણ કહ્યુ છે કે હુ રમતમાં ન હોત તો સેનામાં હોત. તેમણે આ પહેલા પણ સેનામાં ટ્રેનિંગ લીધી છે.
તેનાથી આ સાબિત થાય છે કે ધોની હવે વેસ્ટઈંડિઝના પ્રવાસ પર નહી જાય. એમએસ ધોની ગુરૂવારે સાંજે રાંચી પહોંચી ગયા. તેમની સાથે પત્ની સાક્ષી અને પુરી જીવા પણ હતી.
ઉલ્લેખનીય છે કે ધોની ભારતની પ્રાદેશિક સેનામાં લેફ્ટિનેટ કર્નલ છે. સેનામાં ટ્રેનિંગનો નિર્ણય ધોનીએ બે મહિના પહેલા જ લઈ લીધો હતો.