તેઓ પોતાની જાતને કેટલો પ્રેમ કરે છે તે બધાને ખબર છે પણ આ વખતે મોદીના સૂટ પરથી ખબર પડી ગઈ. ઉલ્લેખનીય છે કે રવિવારે દિલ્હી ખાતે આવેલા હૈદ્રાબાદ હાઉસમાં ઓબામા અને મોદી મળ્યા અને પછી સંયુક્ત પ્રેસ કોન્ફરંસ કરી. આ પ્રેસ કોંફરંસ દરમિયાન ધ્યાનમાં આવ્યુ કે મોદીએ જે સૂટ પહેર્યો છે તે સામાન્ય સૂટ નથી. આ સૂટમાં પીળા કલરના દોરાની સિલાઈ એવી રીતે લેવામાં આવી હતી કે જેનાથી મોદીનું આખુ નામ બનતુ હતુ. દૂરથી લાઈનિંગ જેવી લાગતી આ ડિઝાઈનમાં ધ્યાનથી જોશો તો જાણવા મળશે કે તેમા અનેક વખત નરેન્દ્ર દામોદર દાસ મોદી એવુ લખેલુ હતુ. મોદીના આખા સૂટમાં આવી જ રીતે મોદીનું નામ ખાસ રીતે સિલાઈ કરીને લખવામાં આવ્યુ છે.