ચૈત્રી નવરાત્રી ઉપવાસ 2022 - ચૈત્રી નવરાત્રી ઉપવાસના નિયમ શું છે જાણો

Webdunia
ગુરુવાર, 31 માર્ચ 2022 (13:03 IST)
નવરાત્રી (Navratri) માં સવારે જલ્દી ઉઠીને સ્નાન વગેરેથી પરવારીને માં ભગવતીની મૂર્તિને સામે બાજોટ પર સ્થાપિત કરી સાથે જ બાજોટ પર કળશની સ્થાપના કરવી. 
કળશ સ્થાપિત કરવા માટે એક માટીનો વાસણમાં જવ અને માટી નાખી તેમાં થોડું જળ નાખી ફરી લાલ કપડાથી કળશને લપેટીને તેને જવમા વાસણ પર રાખી દો. 
કળશની અંદર સોપારી અને સિક્કો નાખી તેને દીવાથી ઢાકી નાખો અને કે દીવો પ્રગટાવીને તેના પર રાખી દો. 
ત્યારબાદ માનો ધ્યાન કરો અને સાથે દુર્ગા ચાલીસા વાચવી. નવરાત્રીમાં દુર્ગા સપ્તશીનો પાઠ કરવું મંગળકારી ગણાય છે. 
માતાને તેનો પાઠ ખૂબજ પ્રિય છે. સાથે જ કોશિશ કરવી કે માને આખા નવરાત્રી ગુડહલનો ફૂલ અર્પણ કરવું કારણકે તેનાથી મા જલ્દી જ પ્રસન્ન થઈ જાય છે. 
ઈચ્છાઓની જલ્દી પૂર્તિ માટે આ મંત્રનો જાપ કરવું ॐ એં હ્રીં ક્લીં ચામુંડાયે વિચ્ચે 
 
નવરાત્રીના વ્રતના નિયમ 
નવરાત્રી વ્રતમાં અન્ન નહી ખાવું જોઈએ. 
પૂજાના સ્થાન પર સાફ-સફાઈનો ખાસ કાળજી રાખવી જોઈએ. 
વ્રતમાં માત્ર એક વાર જ ભોજન કરવું હોય છે. 
વ્રતધારીને  પૂર્ણ સાત્વિક ભોજન કે ફળાહાર કરવું જોઈએ. 
આ વ્રતમાં પવિત્રતાની કાળજી રાખવી ખૂબ જરૂરી છે. 
આ વ્રતમાં ડુંગળી લસણ વર્જિત હોય છે. 
વ્રતીને તેમનો વધારેપણુ સમય ધ્યાન, સ્મરણ, ભજન અને નામજપમાં પસાર કરવું જોઈએ. 
તેનો ખાસ ધ્યાન રાખવુ કે વ્રતીના ઘર-પરિવારમાં કોઈ પણ માણસ માંસ-મદિરા વગેરે તામસિક ભોજન ન કરવું. 

સંબંધિત સમાચાર

Next Article