હિન્દુ ધર્મમાં નવરાત્રિ દરમિયાન સાધના અને ઉપાસના કરવાનો સર્વશ્રેષ્ઠ સમય બતાવાયો છે. એવી માન્યતા છે કે સામાન્ય દિવસોમાં કોઈપણ સાધનામાં સિદ્ધિ હાસલ કરવા માટે ઓછામાં ઓછા 40 દિવસની જરૂર હોય છે. બીજી બાજુ નવરાત્રિમાં નવ દિવસ જ અનુષ્ઠાનમાં સફળતા મેળવવા માટે પર્યાપ્ત હોય છે. ઉલ્લેખનીય છે કે વર્ષમાં ચાર માસ ચૈત્ર, અષાઢ, આસો અને મહા આ ચાર મહિનામાં નવરાત્રીનો તહેવાર ઉજવાય છે. પરંતુ તેમાથી ચૈત્ર અને શારદીય નવરાત્રી મુખ્ય હોય છે. આ વખતે 22 માર્ચથી ચૈત્ર એટલે કે વાસંતિક નવરાત્રી શરૂ થઈ રહી છે. તો આવો જાણીએ નવ દિવસમા તમારી ઈચ્છા પૂર્તિ મુજબ કયા-કયા મંત્રોનો જાપ કરવાથી શુ લાભ થશે તેના વિશે...
1. વેપારમા વૃદ્ધિ-આર્થિક ઉન્નતિ - ઉત્તરામુખી બેસીને કાળી હકીક માળા દ્વારા 3 દિવસ સુધી રોજ 3 માળા ફેરવો.