Chaitra Navratri 2023 Remedies: નવરાત્રિમાં કરી લો આ ઉપાય, પ્રસન્ન થઈને તમારા ઘરમાં પધારશે મહાલક્ષ્મી

સોમવાર, 20 માર્ચ 2023 (14:26 IST)
Navratri 2022 Peepal Tree Remedies: ચૈત્ર નવરાત્રિનો સમય માતાની વિશેષ સાધનાનો હોય છે. જો આ દરમિયાન કંઈક ખાસ ઉપાય કરવામાં આવે તો જીવન સફળ થઈ જાય છે. સાથે જ ચૈત્ર નવરાત્રિનો સમય માતાની વિશેષ સાધનાનો સમય હોય છે. જો આ દરમિયાન કેટલાક ખાસ ઉપાય કરવામાં આવે તો જીવન સફ ળ થઈ જાય છે. સાથે જ અનેક પ્રકારની મુશ્કેલીઓથી પણ મુક્તિ મળી જાય છે.  નવરાત્રિને લઈને જ્યોતિષમાં પણ કેટલાક ઉપાય બતાવ્યા છે. જેનાથી જીવનમાં ધન સંપત્તિ સાથે જોડાયેલ મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. લાલ કિતાબમાં આવા અનેક ઉપાયો બતાવ્યા છે. જેને જો નવર આત્રિમાં કરી લેવામા આવે તો દેવી લક્ષ્મી પ્રસન્ન થઈને તમારા ઘરમાં પ્રવેશ કરે છે. ખાસ વાર છે કે આ ઉપાય એક છોડ સથે સંકળાયેલો છે. 
 
 
ગુલેરના ફળનો ઉપાય
જો તમે એ વાતને લઈને ચિંતામાં છો કે પૈસો ઘરમા રોકાતો જ નથી તો ચિંતા ન કરશો. નવરાત્રિ દરમિયાન કોઈપણ દિવસે, ગુલેરના બે ફુલ લાવો  અને તેને દેવી દુર્ગાના ચરણોમાં મૂકો. થોડી વાર પછી તેને લાલ કપડામાં લપેટીને તમારી તિજોરીમાં મુકો. એવું માનવામાં આવે છે કે આનાથી પૈસા સંબંધિત સમસ્યાઓ એક ચપટીમાં દૂર થઈ જાય છે.
 
પીપળના પાનનો ઉપાય
જો પૈસા ન વધી રહ્યા હોય અથવા દેવાની સમસ્યા હોય તો નવરાત્રિ દરમિયાન કોઈપણ દિવસે પીપળાના પાન ઘરે લાવો. આ પછી પીપળાના પાન પર સિંદૂરથી 'શ્રી' લખીને દેવીને અર્પણ કરો અને અષ્ટમીના દિવસે તેને તમારી તિજોરીમાં રાખો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ધનમાં વધારો થાય છે.
 
કમળનો ઉપાય
જો તમે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છો, તો નવરાત્રિમાં અષ્ટમીના દિવસે દેવી દુર્ગાને કમળનું ફૂલ ચઢાવો અને પછી તેને લાલ કપડામાં લપેટીને માતાના ચરણોમાં મૂકો. થોડા સમય પછી તેના પર સિંદૂર લગાવો અને તેને તમારી તિજોરીમાં રાખો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ક્યારેય પૈસાની કમી નથી આવતી.
 

વેબદુનિયા પર વાંચો