હનુમાનજીને સાચા મનથી યાદ કરતા તે પોતાના ભક્તો પર જલ્દી પ્રસન્ના થઈ જાય છે. તેમની પૂજા માટે મંગળવારે અને શનિવારનો દિવસ ખાસ હોય છે. આ બંને દિવસે તેમની પૂજા કરવાથી વિશેષ્ટ ફળ મળે છે. અહી થોડા ઉપાય આપવામાં આવ્યા છે. જેનો પ્રયોગ કરીને હનુમાનજીની કૃપા સાથે સાથે સુખ અને ધનની કમી રહેતી નથી.
- મંગળવાર અને શનિવારે બ્રહ્મ મુહુર્તમાં ઉઠીને સ્નાન વગેરેથી પરવારીને પીપળાના ઝાડના 11 પાન તોડો. ધ્યાન રાખો કે પાન પૂર્ણ હોવા જોઈએ.. ક્યાયથી પણ ખંડિત ન હોય તેનુ ધ્યાન રાખો. સ્વચ્છ જળથી તેને સાફ કરીને કંકુ, અષ્ટગંધ અથવા ચંદને મિક્સ કરીને પાન પર શ્રી રામ લખો અને આ દરમિયાન હનુમાન ચાલીસાનો પાઠ કરતા રહો. નામ લખ્યા પછી આ પાનની માળા બનાવી લો. આવુ કરવાથી પૈસાની તંગીથી છુટકારો મળે છે.
- બનારસી પાન અર્પિત કરો. આ પાનને ચઢાવવાથી બળ બુદ્ધિ અને વિદ્યાની કૃપા થાય છે.
- રોજ રામાયણ અને શ્રીરામચરિત માનસનો પાઠ કરવાથી હનુમાનજીના વિશિષ્ટ પ્રેમની પ્રાપ્તિ થાય છે.