ભગવાન ગણેશ પ્રથમ પૂજનીય દેવ છે. હિંદુ ધર્મમાં કોઈપણ શુભ કાર્ય પહેલા ભગવાન ગણેશની પૂજા-અર્ચના કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ મુજબ દરેક મહિનાની ચતુર્થી તિથિ પર ભગવાન ગણેશની પૂજા-અર્ચના કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષમાં પડનારી ચતુર્થી તિથિને વિકટ સંકષ્ટિ ચતુર્થી પણ કહે છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા અર્ચના કરવાથી મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. આવો જાણીએ આ દિવસે ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે શુ કરવુ જોઈએ
ભગવાન ગણેશને દૂર્વા અર્પિત કરો - આ દિવસે ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે ગણેશજીને દુર્વા જરૂર અર્પિત કરવો જોઈએ. દુર્વા અર્પિત કરવાથી ભગવાન ગણેશની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. તમે દરરોજ ભગવાન ગણેશને દુર્વા અર્પિત કરી શકો છો.
ભગવાન ગણેશને ભોગ લગાવો - ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે મોદક અથવા લાડુનો નૈવેદ્ય ધરાવો. ભગવાન ગણેશને મોદક અને લાડુ ખૂબ પસંદ હોય છે. તમે તમારી ઇચ્છા મુજબ પણ ભગવાન ગણેશને ભોગ લગાવી શકો છો. પણ આ વાતનુ ધ્યાન રાખો કે ભગવાનને ફક્ત સાત્વિક વસ્તુઓનો જ ભોગ લગાવવામાં આવે છે.
ભગવાન ગણેશને સિંદૂર લગાવો - ગણપતિ મહારાજને પ્રસન્ન કરવા માટે તેમને સિંદૂર પણ લગાવો. ગણેશજીને સિંદૂર લગાવ્યા પછી એ સિંદૂર તમારા માથે પણ લગાવી લો. ગણપતિને સિંદૂર લગાવવાથી તમામ પ્રકારના દુ:ખ અને પીડા દૂર થઈ જાય છે.
ભગવાન ગણેશની આરતી કરો - આ પવિત્ર દિવસે ભગવાન ગણેશનું વધુ ને વધુ ધ્યાન કરો અને તેમની આરતી જરૂર કરો.
ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે કરો આ મંત્રોનો જાપ -ૐ શ્રી સિદ્ધિવિનાયકાય નમ: