Garud Puran: ગરુડ પુરાણમાં આ વસ્તુઓને બતાવી છે પુણ્ય આપનારી, તમે પણ જાણી લો

ગુરુવાર, 29 એપ્રિલ 2021 (02:29 IST)
હિન્દુ ધર્મના 18 પુરાણોમાં ગરુડ પુરાણનું વિશેષ મહત્વ છે. તેમા ભગવાન શ્રી હરિ વિષ્ણુની મહિમા ભક્તિનો વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યુ છે.  ગરુડ પુરાણના એક શ્લોકમા એવી સાત બાબતો વિશે જણાવ્યુ છે જેને માત્ર જોઈને વ્યક્તિને પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે. જોકે, આ પુરાણનું પાઠ કોઈના મૃત્યુ પછી જ કરવામાં આવે છે. તેમાં વ્યક્તિના જીવન, મૃત્યુ, પાપ, ખામી, ગુણ વગેરે વિશે વિસ્તારપૂર્વક બતાવાયુ છે. વિગતવાર સમજાવાય છે
 
गोमूत्रं गोमयं दुन्धं गोधूलिं गोष्ठगोष्पदम्।
पक्कसस्यान्वितं क्षेत्रं द्ष्टा पुण्यं लभेद् ध्रुवम्।।
 
આ શ્લોકનો અર્થ - તમને બતાવી દઈએ કે ગૌમૂત્ર, છાણ, ગાયનુ દૂધ, ગોધૂલી, ગૌશાળા, ગોખુર અને પાકેલા ખેતર આ 7 એવી વસ્તુઓ છે જેને જોવા માત્રથી પુણ્યની પ્રાપ્તિ થાય છે.  આમાથી અનેક વસ્તુઓ જેવી કે ગૌમૂત્ર, છાણ, ગાયનુ દૂધ, ગોધૂલી, ગૌશાળા જે આપણને ગાય દ્વારા મળે છે. આ ઉપરાંત પાકેલુ ખેતર પણ આપણને ગામમાંથી મળે છે. તેથી ગાયની સેવા કરીને આપણે આ પુણ્ય રોજ પ્રાપ્ત કરી શકીએ છીએ. સનાતન ધર્મમાં ગાયને માતા કહેવાય છે.  એવુ કહેવાય છે કે ગાયમાં 33 કોટી દેવી દેવતાનો વાસ હોય છે. તેથી ગાયહી પ્રાપ્ત દરેક વસતુને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર