Rishi Panchami Vrat 2021 : દર વર્ષે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિના દિવસે ઋષિ પંચમી વ્રત આવે છે. હિન્દુ ધર્મમાં આ વ્રતનુ ખૂબ વધુ મહત્વ હોય છે. આ વ્રતને સૌભાગ્યવતી મહિલાઓ અને યુવતીઓ કરે છે. આ પાવન દિવસે સપ્ત ઋષિઓનુ પૂજન કરવામાં આવે છે. મહિલાઓ આ દિવસે સપ્ત ઋષિનો આશીર્વાદ પ્રાપ્ત કરવા અને સુખ શાંતિ અને સમૃદ્ધિની કામના સાથે આ વ્રત કરે છે. મહિલાઓના માસિક ધર્મ દરમિયાન અજાણતા થએલ ધાર્મિક ભૂલો અને તેનાથી મળનારા દોષથી રક્ષા કરવા માટે આ વ્રત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આવો જાણીએ ઋષિ પંચમી વ્રત શુભ મુહૂર્ત, પૂજા-વિધિ અને મહત્વ...
પૂજા-વિધિ
- આ પવિત્ર દિવસે, સવારે વહેલા ઉઠો પછી સ્નાન વગેરેમાંથી નિવૃત્ત થયા પછી ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો.
ગંગા જળથી તમામ દેવોનો અભિષેક કરો.
- સાત ઋષિઓની તસવીર મૂકો અને તેમની સામે પાણીથી ભરેલો કળશ મૂકો.