Importace of God Ganesha કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા કેમ કરવામાં આવે છે ગણેશ પૂજા, જાણો સંપૂર્ણ કથા

Webdunia
ગુરુવાર, 9 સપ્ટેમ્બર 2021 (20:02 IST)
કોઈપણ શુભકાર્યને કરતા પહેલા લોકો મોટાભાગે પૂજા પાઠ કરે છે. ઘરમાંથી બહાર જવાનુ હોય કે નવા ઘરમાં શિફ્ટ થવાનુ હોય કે પછી કોઈ તહેવાર કેમ ન હોય. મોટાભાગના લોકો ભગવાનની પૂજા કરતા જ હોય છે.
 
આ જ્ રીતેકોઈપણ શુભ કામ કરતા પહેલા જે ભગવાનની પૂજા સૌથી પહેલા કરવામાં આવે છે તે ગણેશજી જ છે. કોઈપણ કામનો શુભારંભ કરતા પહેલા લોકો સૌ પહેલા શ્રીગણેશાય નમ: લખે છે. આ વર્ષે ગણેશ ચતુર્થીની શરૂઆત 10 સપ્ટેમ્બરના રોજ થઈ રહી છે. ગણેશ ચતુર્થીમાં ગણેશજીની પૂજા દસ દિવસ સુધી થાય છે.
 
ગણેશ ચતુર્થી જ નહી પણ અનેક તહેવારોમાં સૌ પહેલા ગણેશજીની પૂજા થાય છે. ઉલ્લેખનીય છે કે આ પાછળ માન્યતા છે કે ગણેશજીની પૂજા કરવાથી કોઈપણ શુભ કાર્યમાં વિધ્ન પડતુ નથી. જે કાર્ય તમે કરી રહ્યા છો તે સકુશલ સંપન્ન થાય છે. જેની પાછળ એક પૌરાણિક કથા પણ છે. આવો જાણીએ તેના વિશે..
 
એકવાર બધા દેવતાઓમાં આ વાતને લઈન વિવાદ થઈ ગયો કે છેવટે કયા ભગવાનની પૂજા સૌથી પહેલા કરવામાં આવે. જેને લઈને વિવાદ ખૂબ આગળ વધતો ગયો. બધા દેવતા ખુદને સર્વશ્રેષ્ઠ બતાવી રહ્યા હતા. આ દરમિયાન નારદજી ત્યા પહોંચ્યા અને સમગ્ર સ્થિતિ સમજી. નારદજીએ બધા દેવતાઓને કહ્યુ કે જો આ મામલાનો ઉકેલ લાવવો છે તો તેમને શિવ ભગવાનની શરણમાં જવુ જોઈએ. શિવજી પાસે આવ્યા પછી શિવજીએ કહ્યુ કે તેઓ ટૂંક સમયમાં જ આ વિવાદને હરિફાઈ દ્વારા ઉકેલશે.
 
ભગવાન શિવે એક પ્રતિયોગિતાનું આયોજન કર્યુ. તેમા બધા દેવતાઓને આદેશ આપવામાં આવ્યો કે તે બધા પોતાના વાહનમાં સવાર થઈ જાય. આદેશ માન્યા પછી તેમણે બ્રહ્માંડનુ ચક્કર લગાવીને આવવા માટે કહ્યુ. શિવજીએ કહ્યુ, જે દેવતા બ્રહ્માંડનુ ચક્કર લગાવ્યા પછી સૌ પહેલા અહી પહોંચશે તેની જ આ હરીફાઈમાં જીત થશે અને આ જ દેવતાની આગળ સૌ પહેલા પૂજા થશે.
 
બધા દેવતા આ હરિફાઈને જીતવાના ઈરાદાથી પોતાના વાહનમાં સવાર થયા અને બ્રહ્માંડનુ ચક્કર લગાવવા માટે નીકળી પડ્યા. આ દરમિયન ગણેશજી પોતાના વાહનમાં બેસ્યા નહી. તેઓ બ્રહ્માંડનુ ચક્કર લગાવવાને બદલે પોતાના માતા-પિતા મતલબ ભગવાન શિવજી અને માતા પાર્વતીની પરિક્રમા કરવા માંડ્યા. તેમને સાત વાર પરિક્રમા કરી અને હાથ જોડીને ઉભા રહી ગયા.
 
જ્યારે બધા દેવતા બ્રહ્માંડની પરિક્રમા લગાવીને પરત આવ્યા તો તેમને ગણેશજીને ત્યા જ ઉભેલા જોયા. ત્યારબાદ સમય આવ્યો પરિણામ જાહેર કરવાનો. ભગવાન શિવજીએ તરત જ શિવજીને વિજેતા જાહેર કરી દીધા. જેના પર બધાએ કારણ પુછ્યુ. ભગવાન શિવજીએ કહ્યુ, ગણેશે બ્રહ્માંડમાં માતા પિતાને સૌથી ઊચુ સ્થાન આપ્યુ છે. માતા પિતાની પૂજા કરવી જ સર્વસ્વ છે. ત્યારબાદથી જ ગણેશજીની પૂજા સૌથી પહેલા થવા માંડી.

સંબંધિત સમાચાર

Next Article