ગણેશ ચતુર્થી પૂજનનો આજે બીજો દિવસ છે. આવામાં ગણેશજીની સંધ્યા આરતી બધાએ કરવી જોઈએ. જેથી ઘર પરિવારમાં સુખ શાંતિ કાયમ રહે. શ્રી ગણેશજીને પાર્વતી માતાના દુલારા પણ કહેવામાં આવે છે. બાપ્પાને ગજાનંદ, એક દંત સહિત અનેક નામોથી પૂજવામાં આવે છે. આવામાં ગણેશજીની આરતી ગાવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. તો આવો જાણીએ કેવી રીતે કરવી જોઈએ સંધ્યા આરતી...
- સૌ પહેલા બાપ્પાની મૂર્તિને દૂર્વા ધૂપ અને ગંગાજળના છાંટા મારીને શુદ્ધ કરી લો. પછી ધૂપ દીપ અને કપૂર પ્રગટાવીને ભગવાન શ્રી ગણેશજીની આરતી ઉતારો.
- એક વાતનુ ધ્યાન રાખો કે આરતી શરૂ કરતા પહેલા 3 વાર શંખ વગાડો. શંખ વગાડતી વખતે મોઢુ ઉપરની તરફ રાખો. શંખને ધીમા સ્વરમાં શરૂ કરતા ધીરે ધીરે અવાજ વધારો.
- ગણેશજીની આરતી કરતી વખતે તાળી, ઘંટી અને સૂરને લયમાં રાખો. આ સાથે જ મંજીરા, તબલા ઘંટી, હારમોનિયમ જેવા યંત્ર પણ વગાદો. બાપ્પાની આરતી ગાતી વખતે શુદ્ધ ઉચ્ચારણ કરો. આરતી ન આવડે તો જોઈને ગાવ.