કોઈપણ કાર્યની શરૂઆત પહેલા શ્રીગણેશનુ ધ્યાન કરવામાં આવે છે. માન્યતા છે કે આવુ કરવાથી એ કાર્યના સફળ થવાની શક્યતા વધી છે. હિન્દુ ધર્મમાં ગણેશજી સર્વોપરિ સ્થાન ધરાવે છે. શ્રી ગણેશ જી વિધ્ન વિનાયક છે. જે તમારા જીવનના દુ:ખોને હરી લે છે. ગણેશ ચતુર્થી અને બુધવારે ગણેશજીનો દિવસ હોય છે. તેથી તેમની પૂજા આ દિવસે વિશેષ ફળ આપનારી હોય છે.
ગણેશ ચતુર્થી અને બુધવારે શુદ્ધ ઘીથી બનેલા 21 લાડુઓથી ગણપતિની પૂજા કરવી શ્રેષ્ઠ ગણાય છે. જો તમે શુદ્ધ ઘી થી બનેલ લાડુઓ ચઢાવવાની ક્ષમતા ન ધરાવતા હોય તો તમે કુશ પણ ચઢાવી શકો છો. કારણ કે કહેવાય છે કે ગણપતિ ખૂબ સીધા છે અને તેમને પ્રસન્ન થવામાં વાર નથી લાગતી. કુશ થી જ ભગવાન પ્રસન્ન થઈને તમારી ઈચ્છા પુર્ણ કરે છે.