Cricket world cup 2019: વર્લ્ડ કપના રંગમાં રંગાયુ Google, બનાવ્યુ ખૂબ જ ખાસ ડૂડલ

Webdunia
ગુરુવાર, 30 મે 2019 (11:25 IST)
Cricket world cup 2019: આઈસીસી વર્લ્ડ કપ 2019ના ઉદ્દઘાટન મેચમાં ગુરૂવારે મેજબાન ઈગ્લેંડનો સામનો દક્ષિણ આફ્રિકા સાથે ધ ઓવલ મેદાન પર થશે.  આ સાથે જ આખી દુનિયા ક્રિકેટના ખુમારમાં ડૂબી જશે. સર્ચ એંજિન ગૂગલે પણ વર્લ્ડ કપને લઈને પૂરી તૈયારી કરી લીધી છે. ક્રિકેટના આ મહાકુંભનો ઉલ્લાસ મનાવવા માટે ગૂગલે ખાસ એનિમેટેડ ડૂડલ બનાવ્યુ છે. 
 
મજાની વાત એ છે કે આ સુંદર ડૂડલમાં ગૂગલને સ્ટંપ અને બોલની મદદથી લખવામાં આવ્યુ છે. બ્લેક બૈકગ્રાઉંટમાં લખેલા ગૂગલને જોતા એક બોલર બોલ ફેંકતો જોવા મળે છે, જેના પર બેટ્સમેન શોટ રમે છે અને ફિલ્ડર કેચ પકડી લે છે. 
 
2019 ICC Cricket World Cup Begins!

આ ડૂડલને ક્લિક કરતા વર્તમાન વર્લ્ડકપ મેચોની માહિતી મળે છે. સાથે જ મેચનો સ્કોર અને ટીમ સાથે જોડાયેલ જરૂરી ફેક્ટ પણ જાણવા મળશે. વિશ્વકપમાં ભારતને પોતાની પ્રથમ મેચ પાંચ જૂનના રોજ દક્ષિણ આફ્રિકા સામે રમવાની છે. 
 
વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ભારતીય ટીમ 
 
વિરાટ કોહલી (કપ્તાન), રોહિત શર્મા (ઉપકપ્તાન), શિખર ધવન, કે. એલ. રાહુલ, વિજય શંકર, એમ. એસ. ધોની (વિકેટકીપર), કેદાર જાધવ, દિનેશ કાર્તિક, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી અને રવીન્દ્ર જાડેજા.
 
આ વખતે વર્લ્ડ કપનું ફૉર્મેટ એવું છે કે દરેક ટીમ 9 મૅચ રમશે. જે બાદ ટૉપની ચાર ટીમ સેમિફાઇનલમાં પહોંચશે. આ રીતે જોતાં ભારતીય ટીમની પ્રથમ ચાર મૅચ ખૂબ મહત્ત્વની છે. આ ચાર મૅચ બાદ ટીમ ઇન્ડિયા 22 જૂને અફઘાનિસ્તાન, 27 જૂને વેસ્ટઇન્ડીઝ, 20 જૂને ઇંગ્લૅન્ડ, 2 જુલાઈએ બાંગલાદેશ અને 6 જુલાઈના રોજ શ્રીલંકા સામે મૅચ રમશે.
 
વર્લ્ડ કપ 2019માં ટીમ ઈંડિયાનુ શેડ્યુલ 
 
5 જૂન- ભારત વિ. સાઉથ આફ્રિકા - સાઉથેમ્પટન
 
9 જૂન - ભારત વિ. ઑસ્ટ્રેલિયા - ધ ઓવલ
 
13 જૂન - ભારત વિ. ન્યૂઝિ લૅન્ડ - ટ્રેંટ બ્રિજ
 
16 જૂન - ભારત વિ. પાકિસ્તાન - ઓલ્ડ ટ્રેફર્ડ
 
22 જૂન - ભારત વિ. અફઘાનિસ્તાન - સાઉથેમ્ટન
 
27 જૂન - ભારત વિ. વેસ્ટ ઇન્ડીઝ - ઓલ્ડ ટ્રેફર્ડ
 
30 જૂન - ભારત વિ. ઇંગ્લૅન્ડ - એજબેસ્ટન
 
2 જૂલાઈ - ભારત વિ. બાંગ્લાદેશ - એજબેસ્ટન
 
6 જુલાઈ - ભારત વિ. શ્રીલંકા - લૉર્ડ્ઝ
 
 
9 જુલાઈ સેમીફાઈનલ 1, ઓલ્ડ ટ્રૈફર્ડ 
11 જુલાઈ સેમી ફાઈનલ 2, એજબેસ્ટન 
14 જુલાઈ : ફાઈનલ - લોર્ડ્સ 

સંબંધિત સમાચાર

Next Article