Vastu Tips:વાસ્તુમાં ઘરની ઉત્તર-પૂર્વ દિશા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિશાને કુબેરની દિશા માનવામાં આવી છે. આ દિશામાં કરવામાં આવેલ ખોટું બાંધકામ તમારી આર્થિક સ્થિતિ પર ખરાબ અસર કરશે. તો ચાલો આજે જાણીએ વાસ્તુશાસ્ત્રમાં ઉત્તર-પૂર્વ દિશામાં કઈ વસ્તુઓ ન હોવી જોઈએ.
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઈલેક્ટ્રોનિક એટલે કે વિજળી સાથે જોડાયેલ સામાન અથવા ગરમી પેદા કરતા સાધનોને ઉત્તર-પૂર્વ દિશામાં ન મુકવા જોઈએ. આવુ કરવાથી પુત્ર પિતાની અવહેલના કરે છે અને તેમનું અપમાન કરે છે. તેમજ બેડરૂમમાં એવી જગ્યાએ કાચ કે અરીસો ક્યારેય ન મુકવો જ્યાંથી બેડ દેખાય. જેના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાય છે અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ પણ ઉભી થાય છે.
આ ઉપરાંત જો તમારો પ્લોટ ઉત્તર અને દક્ષિણમાં સાંકડો અને પૂર્વ અને પશ્ચિમમાં લાંબો હોય તો આવી જગ્યાને સૂર્યભેદી કહેવામાં આવે છે. તમારા પ્લોટ કે ઘરની આ ડિઝાઈન પિતા-પુત્રના સંબંધોમાં તિરાડની સ્થિતિ પણ ઉભી કરશે.
ઉત્તર-પૂર્વ દિશામાં ન મુકશો જૂતા-ચપ્પલ
ભૂલથી પણ ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં ન તો જૂતા અને ચપ્પલ રાખવા જોઈએ અને ન તો ચંપલ-ચપ્પલ રાખવાની જગ્યા બનાવવી જોઈએ. આ સિવાય આ દિશામાં ગંદી વસ્તુઓ કે ડસ્ટબીન ન રાખવા જોઈએ. કારણ કે આ દિશામાં ગંદકી થવાથી આ દિશા દૂષિત થઈ જાય છે, જેના કારણે તમારા ઘરની આર્થિક સ્થિતિ બગડવા લાગે છે
ઉત્તર-પૂર્વ દિશાને ન કરશો ગંદી
ઉત્તર-પૂર્વ દિશામાં ગંદકી બિલકુલ ન હોવી જોઈએ, કારણ કે આવુ કરવાથી તમારે આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. આ સાથે પૈસાનુ આગમન ધીમુ થઈ જાય છે.